Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં છ ચરણમાં યોજાનાર સેવાસેતુ કાર્યક્રમનો આજરોજ ઝઘડિયા કોમ્યુનિટી હોલ ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઝઘડીયા મામલતદાર અને આયોજન સહ તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ સેવાસેતુના કાર્યક્રમમાં કાર્યક્રમ અંતર્ગત સમાવી લેવાયેલ ગામોની જનતાના વિવિધ કામોનો સ્થળ પર નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

રેશનકાર્ડ આધારકાર્ડ આવક જાતિના દાખલા, સિનિયર સિટીઝન પ્રમાણપત્ર, સમાજ કલ્યાણને લગતી કામગીરી, વિધવા સહાય, જમીન માપણી, સહકાર અને કૃષિ, પશુપાલન વિભાગ, ફોરેસ્ટ વિભાગ, ડીજીવીસીએલ, એસટી ડેપોને સંબંધી કામગીરી ઉપરાંત વિવિધ દાખલાઓ આપવા ઉપરાંત અન્ય કેટલાક જરુરી કામોને લગતી કામગીરી સ્થળ ઉપર કરી આપવામાં આવી હતી. ઘર આંગણે લોકોના વિવિધ કામોનો નિકાલ કરવાના હેતુથી સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે.

આજરોજ ઝઘડિયા ખાતે ઝઘડિયાના સરપંચ સુરેશભાઈ વસાવા, ઉપસરપંચ વિનોદભાઈ વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ રીનાબેન વસાવા, મામલતદાર ઝઘડિયા તથા અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. આજના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોના વિવિધ કામોનો સ્થળ પર નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. હવે પછી એકએક મહિનાના અંતરે તાલુકામાં અન્ય સ્થળોએ બીજા પાંચ સેવાસેતુ કાર્યક્રમો યોજાનાર છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

હળવદ : મિયાણી ગામ નજીક રસ્તા વચ્ચે ડમ્પર સળગ્યું, ડ્રાઇવરનો આબાદ બચાવ

ProudOfGujarat

નેત્રંગ ગ્રામ પંચાયત હસ્તકની ૩ પાણીની ટાંકી ૨૦-૨૫ વર્ષથી શોભાનાં ગાંઠીયા સમાન…

ProudOfGujarat

ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિની બેઠક મળી : જીત નિશ્ચિતનો દાવો કરતાં ઝોનલ પ્રભારી નારાયણ રાઠવા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!