Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા તાલુકામાં હનુમાન જયંતિની ભક્તિભાવથી ઉજવણી કરાઇ.

Share

આજરોજ હનુમાન જયંતિનો પ્રસંગ ઠેરઠેર ભક્તિભાવ અને ઉત્સાહથી મનાવાયો હતો. ઝઘડીયા તાલુકાના ગુમાનદેવ સહિત રાજપારડી સારસા આમલઝર વિ. ગામોએ હનુમાન જયંતિની ભક્તિભાવ રીતે પરંપરાગત ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

રાજપારડી નજીક ઝઘડીયા તરફ જવાના મુખ્ય માર્ગ પાસે આવેલ ખોડિયા હનુમાન મંદિરે ભજન કિર્તન અને આરતી કરીને હનુમાન ભક્તોએ હનુમાન જયંતિનું પર્વ મનાવ્યું હતું. રાજપારડી નજીકના સારસા ગામે રામજી મંદિર ખાતે ગ્રામજનોએ આરતી તેમજ ભજન કિર્તન દ્વારા હનુમાન જયંતિ મનાવી. ઉપરાંત આમલઝર ગામે પણ હનુમાન જયંતિની ઉજવણી નિમિત્તે ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તાલુકાના ગુમાનદેવ સહિત ઘણા ગામોએ હનુમાન ભક્તોએ હનુમાન જયંતિ મનાવી હતી. ઝઘડીયા તાલુકાના ગુમાનદેવ સ્થિત હનુમાન મંદિરની ગણના ગુજરાતના અગ્રગણ્ય હનુમાન મંદિરોમાં થાય છે. ગમાનદેવ હનુમાન મંદિરે આજે પરંપરાગત હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા, અને આરતી તેમજ ભજન કિર્તન દ્વારા શ્રધ્ધાળુઓ દ્વારા હનુમાન જયંતિ મનાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છેકે ગુમાનદેવ મંદિર ખાતે શ્રાવણ મહિનાના દરેક શનિવારે આજુબાજુના પંથકની ભાવિક જનતા પગપાળા પ્રવાસ કરીને મંદિરના દર્શનાર્થે આવે છે. આજે ઝઘડીયા તાલુકાના ગુમાનદેવ સહિત અન્ય ગામોએ પણ હનુમાન જયંતિ પરંપરાગત હર્ષોલ્લાથી મનાવવામાં આવી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ, તમામ ઉમેદવારોનું ભાવિ EVM માં સીલ થયું

ProudOfGujarat

નર્મદામાં પ્રદુષણ અટકાવવા બાઇક દ્વારા જાગૃતિ બાઇક યાત્રાનું ઝઘડીયા તાલુકામાં સ્વાગત.કરાયું.

ProudOfGujarat

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી એલ. એકેડમી નાની નરોલી ખાતે વિદ્યાર્થીઓએ આદિત્ય L1 ના સફળ લોંચિંગનું જીવંત પ્રસારણ નિહાળ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!