Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝધડીયાની ગેલેક્ષી સરફેકટન્ટસ લિમિટેડ કંપની દ્વારા 700 લોકોને સેનેટાઇઝર અને શોપની કીટ વહેંચવામાં આવી.

Share

કોરોના વાઇરસથી બચવા માટે હાથ ધોવા સૌથી અગત્યનું કામ છે. જેને લઈને ઝધડીયા GIDC માં આવેલ ગેલેક્ષી કંપની દ્વારા 700 સેનેટાઈઝર કીટની વહેંચણી કરી હતી. દેશભરમાં કોરોના વાઇરસ ફેલાવવામાં સૌથી મોટું કારણ એકબીજાને હાથ લગાડવા અને પછી કોરોના વાઇરસનો ફેલાવો શરૂ થાય છે. ત્યારે હાથ ધોવા સૌથી મોટું અગત્યનું કામ છે. ત્યાં દરેક ક્ષેત્રે સેનેટાઈઝરથી હાથ ધોવાનું પ્રથમ કહેવામાં આવે છે. ત્યાં ઝધડીયા GIDC માં આવેલ ગેલેક્ષી સરફેકટન્ટસ લિમિટેડ કંપની દ્વારા આજે લગભગ 700 જેટલી કીટનું વિતરણ હેન્ડવોશ,સાબુ અને સેનેટાઈઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેના ગેલેક્ષી કંપનીનાં મેનેજર નૈસાધ અજગાઉન્કર અને ગામનાં સરપંચ વિઠ્ઠલભાઈ વસાવા દ્વારા વહેંચવામાં આવ્યા હતા. આ કીટમાં ડેટોલ શોપ, હેન્ડવોશ અને 3 માસ્ક મૂકવામાં આવ્યા છે. કોરોના વાઇરસથી બચવા માટે ગેલેક્ષી કંપની દ્વારા ઝધડીયામાં 700 કીટ વહેંચવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

આમોદ મામલતદાર કચેરીએ પરપ્રાંતિયો ભેગાં થઈને પોતાના વતનમાં જવા માટે ઉતાવળા બન્યા.

ProudOfGujarat

અંકલેશ્વરમાં SOGનો દરોડો: વાસણની દુકાનની આડમાં ગાંજાનું વેચાણ પકડાયું

ProudOfGujarat

નડિયાદમાં ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા રિક્ષા ચાલકનુ મોત નિપજ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!