Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા ખાતે આઇટીઆઇ કર્મચારીઓએ બે માંગણીઓ બાબતે મામલતદારને આવેદન આપ્યું.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતે આજરોજ આઇટીઆઇ કર્મચારીઓ દ્વારા ઝઘડિયા મામલતદારને તેમની પડતર માંગણીઓ બાબતે આવેદન આપ્યુ હતું, અને આવેદનમાં રજુ કરાયેલ તેમની માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા અરજ કરી હતી.

ગુજરાત રાજ્ય કારીગર તાલિમ યોજના કર્મચારી મંડળ વર્ગ ૩ ના નેજા હેઠળ અપાયેલ આવેદનપત્રમાં કર્મચારીઓએ તેમની બે પડતર માંગણીઓ બાબતે રજુઆત કરી હતી. આવેદનમાં જણાવાયા મુજબ આઇટીઆઇના ઇન્સ્ટ્રકટરોનું પગારધોરણ દરેક રાજ્યોમાં એકસરખો કરવા દરેક રાજ્યોના શ્રમ અને રોજગાર વિભાગોને સુચિત કરેલ છે. અન્ય વિભાગોના સમકક્ષ કર્મચારીઓને આ અંગે જે લાભ મળે છે તે મુજબ ગુજરાત રાજ્યની આઇટીઆઇના ઇન્સ્ટ્રકટર અને આસિસ્ટન્ટ સ્ટોર કિપરના પગારધોરણમાં સુધારો કરવા માંગણી કરવામાં આવી હતી. ઉપરાંત રોજગાર અને તાલિમ ખાતામાં ૨૦૨૧ માં નિમણૂંક પામેલા સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટરના પ્રથમ બે વર્ષ ઉચ્ચક માનદ વેતન રુ.૪૫૦૦ મુજબ અજમાયશી નોકરીનો સમયગાળો ગણેલ હતો. જ્યારે ૨૦૨૧ માં જે સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટરોની કૌશલ્ય સહાયક તરીકે નિમણૂંક કરેલ હતી તેઓને અજમાયશી સમયના ૨ વર્ષ સળંગ ગણેલ નથી, તેથી આઇટીઆઇના આ સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટરોને પ્રથમ બે વર્ષનો અજમાયશી સમયગાળો સળંગ ગણીને ઉચ્ચતર પગારધોરણનો લાભ આપવા આવેદનમાં રજુઆત કરવામાં આવી હતી. કર્મચારીઓ દ્વારા તેમના પડતર પ્રશ્નો બાબતે સકારાત્મક ઉકેલ લાવવામાં આવે તેવી માંગ આવેદનપત્રમાં કરવામાં આવી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ


Share

Related posts

અંકલેશ્વર GIDC ડિસન્ટ હોટલની બહાર પાર્ક કારમાંથી રૂ.૨.૫૪ લાખની ચોરી.

ProudOfGujarat

ભરૂચમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મીઠાઈનાં વિક્રેતાનાં લીધા સેમ્પલ…જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચ નગરમાં માસ્કનું DYSP દ્વારા વિતરણ કરી પોલીસ તંત્ર દ્વારા લોકોને માસ્ક પહેરવા અંગે અપીલ કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!