Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયા તાલુકાના કરાડ ગામની સીમમાંથી ૯ ફૂટ લાંબો અજગર ઝડપાયો.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના કરાડ ગામની સીમમાં આવેલ એક ખેતરમાંથી નવ ફુટ જેટલો લાંબો અજગર ઝડપાયો હતો. વિગતો મુજબ ગામના એક ખેડુતના ખેતરમાં આજરોજ સવારે એક મહાકાય અજગર નજરે પડતા ખેડૂત દ્વારા ઝઘડિયા વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ વન વિભાગના માર્ગદર્શન હેઠળ સેવ એનિમલ ટીમના સભ્યોએ કરાડ ગામની સીમમાં આવેલ આ શેરડીના ખેતરમાં પહોંચીને રેસ્ક્યુ કરીને એક કલાકની જહેમત બાદ નવ ફૂટ લાંબા અજગરને ઝડપી લીધો હતો. ઝઘડિયા સેવ એનિમલ ટીમના કમલેશ વસાવા, સુનિલભાઇ તેમજ તેઓની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયેલ અજગરને ખોરાક પાણી મળી રહે તેવા સુરક્ષિત વન વિસ્તારમાં છોડી મુકવામાં આવશે તેમ જણાવાયુ હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

નેત્રંગ : 95 ટકા દિવ્યાંગ બ્રિજેશ પટેલ માટે નેત્રંગ કેન્દ્રથી પરીક્ષા આપવાની ખાસ મંજૂરી બોર્ડ દ્વારા આપવામાં આવી.

ProudOfGujarat

વડોદરા નેશનલ હાઇવે 48 પર બે ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત.

ProudOfGujarat

વડોદરા જિલ્લાના કરજણ નગરના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદ વરસતા ખેડૂતો વિમાસણમાં મુકાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!