Proud of Gujarat
FeaturedGujaratINDIA

અવિરત મેઘવર્ષાને લઇને ઝઘડિયા તાલુકાની નદીઓ પાણીથી ભરપૂર.

Share

ચાલુ સાલે ચોમાસા દરમિયાન પાછલા મહિના દરમિયાન સમગ્ર રાજ્યમાં મુશળધાર વરસાદ નોંધાયો હતો, તેને લઇને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે વચમાં વરસાદે થોડો વિરામ લીધો હતો, અને ટુંકા વિરામ બાદ ગઇકાલથી ફરીથી વરસાદનું આગમન થયું હતું. ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાં પણ ગઇકાલથી શરુ થયેલ મેઘવર્ષાને લઇને તાલુકામાંથી પસાર થતી નર્મદા સહિતની નાની નદીઓ પાણીથી છલોછલ બની હતી. આજે રાજપારડી નજીકની ભુંડવા ખાડીના નાળા લગોલગ પાણી વહેતા સરદાર પ્રતિમા માર્ગ બે કલાક જેટલા સમય માટે બંધ રહ્યો હતો, જોકે ખાડીમાં પાણીનું સ્તર આંશિક રીતે ઓછુ થતાં માર્ગ ફરીથી ચાલુ કરાયો હતો. નર્મદા ઉપરાંત ગુમાનદેવ નજીકથી વહેતી કાવેરી નદી તેમજ રાજપારડી નજીકથી વહેતી માધુમતિ ખાડીઓ પણ પાણીથી છલકાઇ હતી. રસ્તાઓ પર પડેલા ખાડાઓમાં પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. આમ ગઇકાલથી શરુ થયેલ વરસાદની અસર સ્વાભાવિકપણે તાલુકાના જનજીવન પર જોવા મળી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી..ભરૂચ

Advertisement

Share

Related posts

સુરતમાં દારૂના પોટલા લઈને જતા બુટલેગરોની બાઈક સ્લીપ થઈ દારૂના પોટલા ફૂટી જતા દારૂની રેલમછેલ.

ProudOfGujarat

ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાએ સિવિલ હોસ્પિટલની લીધેલ આકસ્મિક મુલાકાત જાણો શું કહ્યું ?

ProudOfGujarat

તા. ૧/૧/૨૦૧૮ ની લાયકાતના ધોરણે નર્મદા જિલ્લામાં આજથી મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનો થનારો પ્રારંભ તા. ૧૨ થી ફેબ્રુઆરી સુધી હક્કદાવા-વાંધા અરજીઓ રજુ કરી શકાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!