Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમારી અપેક્ષા પાર્ટી આ વખતે નારાજ નહિ કરે, ઝઘડિયા બેઠક પર જીતી શકે એવો મજબૂત ઉમેદવાર આપજો, જે નામ અપાયા છે એમાંથી જ-સાંસદ મનસુખ વસાવા.

Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, રાજકીય પાર્ટીઓ એક તરફ પ્રચાર કાર્યમાં જોતરાઈ ગયા છે તો ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોના નામોને લઇ હજુ પણ સસ્પેન્સ યથાવત છે. ભાજપ હાઇ કમાન્ડમાં વિવિધ વિધાનસભાના ઉમેદવારો મામલે સતત મંથન કરવામાં આવી રહ્યું છે, કાર્યકરોની સેન્સ પક્રિયા અનવ નિરીક્ષકોની કામગીરી બાદ ટીકીટ જાહેરાતની કમાન ભાજપ હાઇ કમાન્ડના ટેબલ પર પહોંચી ચુકી છે અને ગણતરીના દિવસોમાં ભાજપ પોતાના તમામ ઉમેદવાર જાહેરાત કરવા તરફ જઈ રહી છે, તેવામાં ઝઘડિયા બેઠકને લઈ ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું મોટું નિવેદન સામે આવ્યું છે.

નેત્રંગ ખાતે યોજાયેલ ઝઘડિયા વિધાનસભાના ત્રણ તાલુકાના ભાજપના આગેવાનો અને કાર્યકરો સાથેની મિટિંગમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પાર્ટી સમક્ષ અપેક્ષાઓ વ્યક્ત કરી હતી, સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ઝઘડિયા બેઠક પર જીત મેળવી શકે અને પ્રજાના કામ કરી શકે તેવો ઉમેદવાર પાર્ટીએ આપવો જોઈએ તેમજ ભૂતકાળમાં યોગ્ય ઉમેદવાર ન મળવાના કારણે સીટ જીતી શક્યા ન હતા, આ વખતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પાર્ટી એ જીત મેળવી છે. ત્રણેવ તાલુકામાં કાર્યકરોએ પેજ સમિતિથી લઇ બુથ સમિતિ સુધી પાર્ટી માટે મહેનત કરી છે.

સાંસદ મનસુખ વસાવા એ વધુમાં જણાવ્યું હતું કે ઝઘડિયા વિધાનસભા બેઠક પર સેન્સ પક્રિયા દરમિયાન જે નામો આપવામાં આવ્યા છે તેમાંથી જ ઉમેદવારની પસંગી કરવામાં આવે, બહારનો કોઈ ઉમેદવાર ન હોવો જોઈએ તેમ પણ તેઓએ જણાવ્યું હતું સાથે સાથે સાંસદે કહ્યું હતું કે અહીંયા મજબૂત ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીનો પાર્ટી આપે એ જ મારી અપેક્ષા છે ને મને વિશ્વાસ છે આ વખતે પાર્ટી અમને આ વખતે નારાજ નહિ કરે તેમ જણાવ્યું હતું.

Advertisement

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

લખનઉના હઝરતગંજની એક હોટલમાં લાગેલી ભીષણ આગમાં બે નાં મોત નિપજ્યા.

ProudOfGujarat

5 શંકાસ્પદ મોબાઈલ સાથે ૨ વ્યક્તિની ધરપકડ કરતી અંકલેશ્વર શહેર પોલીસ

ProudOfGujarat

માંગરોળ : ઝંખવાવમાં કોંગ્રેસ પ્રભારીની ઉપસ્થિતિમાં કોંગ્રેસ કાર્યકરોની મિટિંગ યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!