Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા : ઉમલ્લા પોલીસ મથકનો TRB પોલીસ જવાન લાંચ લેતા રંગેહાથ ઝડપાયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથકના TRB જવાન રિક્ષાવાળા પાસેથી રૂપિયા 500 ની લાંચ લેતા ઝડપાયો હોવાનો બનાવ બન્યો હતો.

લાંચના આ બનાવની વિગત જોતાં ઝઘડિયાના ઉમધરા ગામે રહેતો જયદિપસિંહ સરદારસિંહ રણા ઉમલ્લા પોલીસ મથકમાં ટ્રાફિક બ્રિગેડ TRB જવાન તરીકે ફરજ બજાવે છે. ઉમલ્લામાં ટ્રાફિક બ્રિગેડ તરીકે ફરજ બજાવતા આ જવાને રીક્ષા ચાલક પાસે હપ્તાની માંગણી કરી હતી. રીક્ષા ચાલક ફરીયાદી પોતાની મહિન્દ્રા આલ્ફા ડીલક્ષ રીક્ષા ઉમલ્લાથી પાણેથા રૂટ ઉપર પેસેન્જર વાહન તરીકે ફેરવે છે. ફરીયાદીને ઉમલ્લા રૂટમાં વાહન ચલાવવા દેવા તેમજ હેરાન ન કરવા માટે માસીક હપ્તા પેટે ₹500/- ની લાંચની માંગણી કરતા ફરીયાદીએ ભરૂચ ACB પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
ACB એ આ ફરિયાદના આઘારે લાંચના છટકાનું આયોજન કર્યુ હતું જેમા ઉમલ્લા TRB જવાન જયદીપસિંહ રણા ઉમલ્લા ચોકડી નજીક ચાની કેબિન પાસે 500 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ પકડાઈ ગયો હતો.

Advertisement

ભરૂચ ACB ઇન્સ્પેકટર એસ.વી. વસાવાએ વડોદરા મદદનીશ નિયામક પી.એચ. ભેંસાણીયાના સુપરવિઝનમાં ટ્રેપિંગ કરી આરોપીને ડીટેઇન કરી આગળની તપાસ હાથ ધરી છે.


Share

Related posts

ભરૂચનાં મકતમપુર વિસ્તારમાં રહેતો બિલ્ડર પરિવાર દર્શનાર્થે બહાર ગયો અને તસ્કરોએ મકાનનો નકુચો તોડી એક કરોડ ઉપરાંતની ચોરીને આપ્યો અંજામ.

ProudOfGujarat

અંક્લેશ્વરમાં વોર્ડ-૮ નું કામ અટકાવવા વોર્ડ સભ્યની અરજી…

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાના વાડી ગામે અને માંગરોળ તાલુકાના વાંકલ મેઈન બજારમાં બિરસા મુંડા રથનું સ્વાગત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!