Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : વડતાલ મંદિરમાં મહાસુદ પૂનમના રોજ દિવ્ય શાકોત્સવ યોજાયો.

Share

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મૂખ્ય તીર્થધામ વડતાલ ખાતે મહાસુદ પૂનમના રોજ ભવ્યાતિભવ્ય દિવ્ય શાકોત્સવ વડતાલ પિઠાધીપતિ ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા સંતો મહંતોના સાનિધ્યમાં દબદબા ભેર રીતે ઉજવાયો હતો. આ પ્રસંગે વડતાલ મંદિરના પૂજારી બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદજીએ મંદિરના દેવોને રસોયાના વાઘા ધરાવ્યા હતા. જેનો હજ્જારો હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે મંદિરના સભામંડપમાં પૂ.જ્ઞાનજીવન સ્વામી (કુંડળધામ)એ ૭૩ મી રવિસભા અંતર્ગત ધન્ય પુનમીયા નરનાર રે…. એ વિષય પર કથામૃતનું રસપાન કરાવ્યું હતું. જ્યારે ગોમતીતીરે રૂા.૩૦૦ કરોડના ખર્ચે આકાર પામનાર નૂતન અક્ષરભુવનના પ્રથમ સ્તંભ આરોહણ આચાર્ય મહારાજશ્રી તથા સંપ્રદાયના વરિષ્ઠ સંતો તથા હરિભક્તોની ઉપસ્થિતિમાં પૂજાવિધિ યોજાઈ હતી. વડતાલ મંદિરના કોઠારી ર્ડા.સંત સ્વામીએ જણાવ્યું હતું કે, વડતાલ મંદિરમાં સંપ્રદાયનો સુપ્રસિધ્ધ શાકોત્સવ મહાસુદ પૂનમના રોજ યોજાયો હતો.

આ પ્રસંગે સવારે શણગાર આરતી બાદ મંદિરના સભામંડપમાં સંપ્રદાયના સુપ્રસિધ્ધ કથાકાર પૂ.જ્ઞાનજીવન સ્વામી (કુંડળધામ) દ્વારા પ્રેમાનંદ સ્વામીના કિર્તન ધન્ય ધન્ય પુનમીયા નરનાર રે… આવે વડતાલે…. એ કિર્તન પર કથામૃતનું રસપાન કરાવ્યું હતું. આ પ્રસંગે વડતાલ મંદિરના ચેરમેન દેવ સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ શા.નૌતમપ્રકાશદાસજી, બાપુ સ્વામી, બ્રહ્મસ્વરૂપ સ્વામી, સત્સંગભૂષણ સ્વામી (આણંદ), હરિઓમ સ્વામી, બાલકૃષ્ણ સ્વામી (સરધાર), રામદાસજી સ્વામી  (યુ.એસ.એ.), પ્રભુચરણ સ્વામી (વેડરોડ સુરત), પ્રિયદર્શન સ્વામી (હરિનગર – વડોદરા) સહિત સંપ્રદાયના સંતો-મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે બાપુ સ્વામી તથા પૂ.નૌતમ સ્વામીએ પ્રાસંગીક ઉદ્‌બોધન કર્યું હતું. દરમ્યાન આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે પૂનમ ભરવા આવતા તથા શાકોત્સવમાં પધારેલ ભક્તોને આર્શીવચન પાઠવતા જણાવ્યું હતું કે, ભગવાન શ્રીહરિના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ ખાતે રૂા.૩૦૦ કરોડના ખર્ચે તૈયાર થનાર નૂતન અક્ષરભુવનના પ્રથમ સ્તંભ સ્થાપન પ્રસંગે આપ સૌ ભક્તો ઉપસ્થિત રહ્યા છો તે આનંદ અને ગર્વની વાત છે. મહારાજે વડતાલને પોતાનું કેન્દ્ર બનાવ્યું છે. જ્યાં પ્રગટ સ્વરૂપ શ્રીહરિકૃષ્ણ મહારાજ બિરાજે છે. ત્યાં ઉજવાતો કોઈપણ ઉત્સવ સમૈયા જેવો છે. વડતાલ મંદિરને ર૦૦ વર્ષ પૂર્ણ થવાના થોડા મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે દ્વિશતાબ્દી મહોત્સવને નિમિત્ત બનાવી જે ઉત્સવો ઉજવાય છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે આલોક અને પરલોકના સુખ માટે દેવો પધરાવ્યા છે. પોતાનું શાશ્વત સ્વરૂપ શ્રીહરિકૃષ્ણ મહારાજ પધરાવ્યું છે. તે વડતાલધામમાં જે સેવા કરે છે તેને અવિનાશી સુખ મળે છે. અને પ્રાપ્ત થશે તે વાત નિર્વિવાદ છે. ત્યારબાદ ગોમતીતીરે નૂતન અક્ષરભુવનના પ્રથમ સ્તંભ આરોહણ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું.

Advertisement

આ પ્રસંગે યોજાયેલ ત્રિદિનાત્મક હરિયાગની પૂર્ણાહુતિ યોજાઈ હતી. આ પ્રસંગે ચેરમેન પૂ.દેવપ્રકાશ સ્વામી, પૂ.નૌતમ સ્વામી, સહિત સંપ્રદાયના વરિષ્ઠ સંતો-ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂ.શ્યામવલ્લભ સ્વામીએ કર્યું હતું. ભક્તોએ મંદિરમાં દર્શન કરી લોયાનાં શાકોત્સવની અનુભુતી કરી. વડતાલ મંદિરમાં યોજાયેલ દિવ્ય શાકોત્સવ પ્રસંગે મંદિરમાં બિરાજેલા શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ સહિત આદિ દેવો સમક્ષ ચૂલા ઉપર રીંગણનું શાક, રોટલા બનાવવાની સામગ્રી ઉત્સવના પ્રતીકરૂપે મુકવામાં આવી હતી. આ દિવ્ય દર્શનનો હરિભક્તોએ લાભ લઈ ર૦૦ વર્ષ પહેલા લોયામાં ઉજવાયેલા શાકોત્સવની અનુભુતી કરી હતી.

શાકોત્સવમાં વપરાયેલ સામગ્રી રપ૦૦ કિલો ગુલાબી રીંગણ, ૧પ૦૦ કિલો બાજરીના લોટના રોટલા, ૧૦૦૦ કિલો ચુરમાના લાડુ, ૧પ૦ કિલો ડ્રાયફુટ, ર૦૦૦ કિલો વઘારેલી ડ્રાયફુટ ખીચડી, ૩પ૦૦ લીટર છાશ, ર૦૦ કિલો આથેલા મરચાં, ૪૦૦ કિલો ગોળ, ૩પ૦ કિલો ઘી, ૧૦૦ ડબ્બા તેલ
વિવિધ પ્રકારના મસાલા – ૧ હજાર કિલો વિવિધ પ્રકારના શાકભાજી ર હજાર કિલો ૧૦૦ ઉપરાંત ગામડાઓના ૧૦૦૦ હરિભક્તો તથા સુરત-ચરોતરની આસપાસના પ૦૦ ઉપરાંત મહિલાઓ દ્વારા રોટલીની સેવા.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ગુજરાતના સમગ્ર પૂર્વ પટ્ટીમાં આદિવાસી ખેડૂતોને બંદૂકનું લાયસન્સ આપો, પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવા

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના આલિયાબેટ ખાતે નર્મદા નદીની 32 ચોરસ કિમિ જમીન કચ્છના મીઠાઉધોગના માલેતુજારોને ગુજરાત સરકારે ફાળવી દેતા માછીમારોએ આજે સ્થળ પર જઈ વિરોધ કરવાનો પ્રયાસ કર્યો…

ProudOfGujarat

વડોદરા : દિપક નાઈટ્રેટ કંપનીમાં બ્લાસ્ટ બાદ સ્થળાંતર કરાયેલ લોકોની વ્હારે આવ્યું BAPS અટલાદરા સ્વામિનારાયણ મંદિર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!