Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના રઝલવાડા ગામે ધારાસભ્ય રીતેષ વસાવાના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ

Share

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ સમગ્ર રાજ્યમાં કરવામાં આવ્યો હતો. જેને ભરૂચ જિલ્લામાં વ્યાપક જનપ્રતિસાદ મળી રહ્યો છે.

ઝઘડિયા તાલુકાના રઝલવાડા ગામ ખાતે ધારાસભ્ય રીતેષ વસાવાના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી. કાર્યક્રમમાં ધારાસભ્યએ ગ્રામજનોને યોજનાકીય માહિતીની જાણકારી રાખવા, યોજનાનો લાભ લેવા તેમજ વંચિત લાભાર્થીઓને જાગૃત કરવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી જુબાની” થીમ અન્વયે પોતાને મળેલા લાભોની ગાથા વર્ણવી હતી. ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ નિહાળી હતી. ગ્રામજનોએ વિકસિત ભારતના નિર્માણ માટે પોતાની સહયોગીતા આપવાના શપથ લીધા હતા.

આ તકે ઉપસ્થિત મહેમાનોએ આરોગ્ય અને આંગણવાડી દ્વારા ઉભા કરાયેલા કેમ્પની મુલાકાત લીધી હતી તથા ધારાસભ્યશ્રીએ પોતે પણ આરોગ્ય કેમ્પમાં બી.પી.-ડાયાબિટીસની તપાસ કરાવી અને ગામના મહત્તમ લોકો આ કેમ્પ થકી લાભાન્વિત થાય તે સુનિશ્ચિત કર્યુ હતું.

Advertisement

કાર્યક્રમમાં રઝલવાડા ગામના સરપંચ હિતેશભાઈ વસાવા, ઉપસરપંચ અશ્વિનભાઈ વસાવા,તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ,લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

ભરૂચ જિલ્લા જેલમાં રૂ.16 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓનું લોકાર્પણ : રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે ફિમેલ બેરેક, એડમિનિસ્ટ્રેશન ઓફિસ સહિત વિવિધ સુવિધાઓનું લોકાર્પણ

ProudOfGujarat

વલસાડમાં ટ્રેક પર ગાયની અડફેટે આવતા વંદે ભારત એક્સપ્રેસને અકસ્માત નડયો.

ProudOfGujarat

નડિયાદ : ડાકોર કપડવંજ રોડ પર બસ પલ્ટી ખાઇ જતાં ૪ લોકોને ઇજા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!