Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડીયા તાલુકાનાં વણાકપોર ગામે જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા બે નાસી છુટયા.

Share

ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામે જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા હતા જ્યારે બે નાસી છુટ્યા હતા. રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાજપારડી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે વણાંકપોર ગામના તળાવના કિનારે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પાના પત્તા વડે જુગાર રમે છે. બાતમીના આધારે રાજપારડી પોલીસે તળાવના કિનારે છાપો મારતા જુગાર રમતા ચાર ઇસમોને પકડાયા હતા અને બે ઈસમો છાપામારી દરમિયાન ઝાડી ઝાંખરાનો સહારો લઈ ભાગી ગયેલ હતા. રાજપારડી પોલીસે ચાર મોબાઇલ તથા રોકડા રૂપિયા મળી ૯૮૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જુગાર રમતા જુગારીયાઓમાં (૧) મનહર રમણભાઈ વસાવા (૨) વિજય કાનજીભાઈ વસાવા (૩) રતિલાલ ગોપાલભાઈ વસાવા (૪) રતિલાલ શંકરભાઈ વસાવા (૫) સંજય લક્ષ્મણભાઈ વસાવા (૬) અજય બચુભાઈ વસાવા તમામ રહે. વણાંકપોર તા. ઝઘડિયાનો સમાવેશ થાયછે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

તમાકુ મુક્ત અમદાવાદ જિલ્લો બનાવવા યલો લાઇન કેમ્પેઇનનો વિરમગામના ગોરૈયા ખાતેથી પ્રારંભ કરાયો

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે ફરી એક ચોરીનો બનાવ : પોલીસ માટે પરિસ્થિતિ બની કપરી

ProudOfGujarat

શ્રી રામ જન્મભૂમિ પૂજન પ્રસંગે માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે ઉત્સવનો માહોલ જણાયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!