Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા : રાજપારડી ચોકડી નજીક માર્ગ પર લાંબા સમયથી મેટલોનાં ઢગલાથી વાહનચાલકોને પડતી હાલાકી.

Share

ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા તાલુકાનાં રાજપારડીનાં ચાર રસ્તા પરથી અંકલેશ્વર રાજપીપલા વચ્ચેનો ધોરીમાર્ગ પસાર થાય છે. રાજપારડી ચાર રસ્તાથી લઇને કબ્રસ્તાન સુધી આ ધોરીમાર્ગ પર એક તરફની બાજુએ મેટલોના ઢગલા કરવામાં આવ્યા છે. ચોમાસાની શરૂઆતે ચાર રસ્તા નજીક માર્ગ પરના ખાડાઓમાં પાણી ભરાતા વાહનો ફસાવાની ઘટનાઓ બનતા હોબાળો થયો હતો. બાદમાં તંત્ર દ્વારા રોડની એક તરફની બાજુએ મેટલોના ઢગલા કરવામાં આવ્યા. પરંતુ ત્યારબાદ કોઇ સઘન કામગીરીના અભાવે લાંબો સમય વિતવા બાદ પણ મેટલોના ઢગલા યથાવત રહ્યા છે. પરિણામે જનતાની તકલીફ ઘટવાના બદલે વધી રહી છે.

માર્ગની એક તરફ ખડકાયેલા મેટલોના ઢગલાઓના કારણે રાજપારડી ચોકડીથી લઇને માધુમતિ ખાડીના પુલ સુધી બંને તરફના વાહનોએ એક જ તરફના માર્ગે થઇને આવજાવ કરવી પડે છે. આ ધોરીમાર્ગ પર લાંબા સમયથી રોંગ સાઇડે દોડતા વાહનોની સમસ્યા જણાય છે પરંતુ રાજપારડીના ચાર રસ્તા નજીક મજબુરીના કારણે રોંગ સાઇડે દોડતા વાહનોથી કોઇવાર જીવલેણ અકસ્માત થશે ત્યારે તંત્ર જાગશે ? કે પછી તંત્ર અકસ્માતની રાહ જોઇને બેઠુ છે ? આ બ‍ાબતે જનતામાં પ્રશ્નાર્થ સર્જાયો છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

વડોદરામાં ખાનગી લેબોરેટરીઓમાં સ્વાઇન ફ્લૂ ટેસ્ટિંગના ભાવમાં ઘટાડો કરવા ધારાસભ્ય એ કરી રજૂઆત.

ProudOfGujarat

વાંકલ : માંગરોળ તાલુકાનાં ઝાંખરડા, બોરસદ, દેગડીયા, ડુંગરીનાં ખેડૂતોએ ખેતી વિષયક વીજ તાર ચોરાયા અંગેની રજુઆત માંગરોળનાં કાર્યપાલક ઈજનેરને કરી.

ProudOfGujarat

મેઘરાજાના વિરામ બાદ હવે લો પ્રેશર સિસ્ટમ સક્રિય! આગામી પાંચ દિવસને લઈ હવામાન વિભાગે કરી આ આગાહી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!