Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડીયાનાં રાણીપુરા ગામે તોફાની કપીરાજ પકડાયો.

Share

ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા તાલુકાનાં રાણીપુરા ગામે ત્રણ ચાર દિવસથી તોફાની વાનરે લોકોને હેરાન કરતા વનવિભાગને જાણ કરવામાં આવી હતી. આ તોફાની કપીરાજ જતા આવતા લોકો પર હુમલો કરતો હતો. વનવિભાગને આ બાબતે જાણ કરાતા રાજપારડી રાઉન્ડ ફોરેસ્ટર મહેશભાઇ વસાવા, બીડ ગાર્ડ શકુનાબેન વસાવા તથા ટીમના સભ્યોએ રાણીપુરા પહોંચીને ગામ અગ્રણીઓની મદદથી તોફાની વાનરને પાંજરે પુરવા કવાયત હાથ ધરતા તેમાં સફળતા મળતા આ કપીરાજ પાંજરે પુરાયો હતો. બાદમાં વનવિભાગ દ્વારા તેને ખોરાક પાણી મળી રહે તેવા સુરક્ષિત સ્થળે છોડી દેવાયો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ ખાતે જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો.

ProudOfGujarat

પોક્સોનો આરોપી જામીન શરત ભંગ કરી ફરાર

ProudOfGujarat

વડોદરા : માંજલપુરમાં ભાજપ કોર્પોરેટરનો કાર્યક્રમ પોલીસે શરૂ થતાં પહેલા જ બંધ કરાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!