Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડીયાનાં રાણીપુરા ગામે તોફાની કપીરાજ પકડાયો.

Share

ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા તાલુકાનાં રાણીપુરા ગામે ત્રણ ચાર દિવસથી તોફાની વાનરે લોકોને હેરાન કરતા વનવિભાગને જાણ કરવામાં આવી હતી. આ તોફાની કપીરાજ જતા આવતા લોકો પર હુમલો કરતો હતો. વનવિભાગને આ બાબતે જાણ કરાતા રાજપારડી રાઉન્ડ ફોરેસ્ટર મહેશભાઇ વસાવા, બીડ ગાર્ડ શકુનાબેન વસાવા તથા ટીમના સભ્યોએ રાણીપુરા પહોંચીને ગામ અગ્રણીઓની મદદથી તોફાની વાનરને પાંજરે પુરવા કવાયત હાથ ધરતા તેમાં સફળતા મળતા આ કપીરાજ પાંજરે પુરાયો હતો. બાદમાં વનવિભાગ દ્વારા તેને ખોરાક પાણી મળી રહે તેવા સુરક્ષિત સ્થળે છોડી દેવાયો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

માંગરોળ : મોસાલી ચાર રસ્તા નજીક અકસ્માતમાં ઇજાગ્રસ્ત બાઇક ચાલકનું બે દિવસની સારવાર બાદ મોત.

ProudOfGujarat

વર્તમાન સમયે કેન્દ્રની ભાજપા સરકાર પાડોશી દેશોના પીડિત લધુમતી લોકોને ભારતીય નાગરીકતા આપવા કાયદો બનાવ્યો છે પરંતુ ઘર આંગણના નિરાશ્રિતો માટે ધ્યાન શુદ્ધાં કેન્દ્રિત નથી કરતી તેનું શું ?

ProudOfGujarat

દહેજ જોલવા ખાતે એક ટ્રકના ચોર ખાનામાંથી લાખોની મત્તાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!