Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા બાર એસોસિએશનના હોદ્દેદારો ચુંટાયા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ગામે બાર એસોસિએશનની ચુંટણી યોજાઇ.જેમાં રાજપારડીના રહીશ અને સિનિયર વકીલ રોહિત શાહ પ્રમુખ પદે ચુંટાઇ આવ્યા હતા.રોહિત શાહ રાજકિય ક્ષેત્રે પણ ભાજપાના વરિષ્ઠ કાર્યકર તરીકે વર્ષોથી સેવા આપે છે.અને આગળના વર્ષોમાં તેઓ યુવા ભાજપામાં પ્રમુખ પદે પણ રહી ચુક્યા છે.વકિલ મંડળના અન્ય હોદ્દેદારોમાં મંત્રી તરીકે દિપકભાઇ ભટ્ટ સહમંત્રી તરીકે નિરલ પંચાલ અને ઉપપ્રમુખ તરીકે ભાવિન શાહ ચુંટાયા છે.બાર એસોસિએશનમાં ચુંટાવા બદલ અન્ય સહ વકિલો તેમજ શુભેચ્છકો તરફથી વકિલ મંડળના વિજેતા હોદ્દેદારોને અભિનંદન આપીને તેમના નેતૃત્વમાં બાર એસોસિએશન ઉચ્ચ પ્રગતિ કરશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.વિજેતા વકિલોએ પોતામાં વિશ્વાસ મુકવા બદલ સાથી વકિલ મતદારોનો આભાર માન્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી

Advertisement

Share

Related posts

હૈદરાબાદ દુષ્કર્મની ધટનાના આરોપીઓ વિરુદ્ધમાં કાર્યવાહી માટે અંકલેશ્વરનાં વિવિધ સંગઠનોએ તેલંગાણા પોલીસની પ્રશંસનીય કામગીરી માટે બિરદાવી હતી.

ProudOfGujarat

ભરૂચ ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર મા લાખો રૂપિયાનો દારુ પકડાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!