Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયા તાલુકાનાં સેલોદની યુવતી સી.એ બનતા તાલુકાનું ગૌરવ વધાર્યું.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સેલોદ ગામે રહેતી ૨૩ વર્ષીય અનિશા ફકરૂદ્દીન શેખ નામની યુવતીએ પ્રથમ પ્રયત્નમાં સી.એ ની પરીક્ષા પાસ કરી છે. ગોવાલી ગામની સીકેજી શાળામાં ધોરણ ૧ થી ૧૨ નો અભ્યાસ કરી અનિશાએ ભરૂચની નર્મદા કોલેજમાં અભ્યાસ કર્યો હતો. સામાન્ય ઘરની દીકરીએ સી.એ પાસ કરવાની તૈયારી શરૂ કરી હતી. જેમાં તેણીને પરિવારનો પણ સંપૂર્ણ સહયોગ મળ્યો હતો. ધગશ અને મહેનતથી અનિશા શેખે ગ્રુપ એ અને ગ્રુપ બી મળી કુલ ૮૦૦ માર્કસ માંથી ૪૪૬ ગુણ મેળવી સી.એ ની પરિક્ષા પાસ કરીને તાલુકાનું ગૌરવ વધાર્યુ છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

સુરતનાં વરાછા વિસ્તારનાં પૂનાગામ ખાતેનાં માર્કેટમાં એક વેપારી પિતા પુત્ર ઉપર સાડીના ધંધાની ઉધરાણી સંદર્ભે કેટલાક શખ્સોએ હિંસક હુમલો કર્યો હતો.

ProudOfGujarat

ભાંગ્યું ભાંગ્યું તોયે ભરૂચની ખારી શિંગ આમ તો જગ વિખ્યાત છે જોકે ગોલ્ડન બ્રિજને અડીને આવેલ કેટલાક ફૂડ સ્ટોલ સૂકી ભેલ માટે પણ જાણીતા બન્યા છે.

ProudOfGujarat

x કે X, સાચું શું..? ધોરણ-5 અને 8નાં પાઠ્યપુસ્તકોમાં સામે આવ્યાં છબરડા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!