Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાનાં મુલદ ગામનાં ખેતરમાંથી લાખો રૂપિયાની કિંમતનો દારૂ ઝડપાયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મુલદ ગામેથી ઉચેડીયા ગામના બુટલેગરનો લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝઘડિયા પોલીસે ઝડપી પાડયો હતો.

મળતી વિગતો મુજબ દારૂની રેલમછેલ અટકાવવા તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા ઝઘડિયા પોલીસ નાઇટ પેટ્રોલિંગ કરી રહી છે. ગતરોજ ઝઘડિયા પોલીસને બાતમી મળી હતી કે તાલુકાના મુલદ ગામની સીમમાં આવેલ બુધાભાઈ ગુમાનભાઈ વસાવાના જુવારના ખેતરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો કોઇ ઇસમે મંગાવી સંગ્રહ કરી રાખેલ છે. ઝઘડિયા પી.આઇ પી.એચ.વસાવાએ પોલીસ સ્ટાફ સાથે મળેલ બાતમી મુજબ મુલદ ગામે જઇને બાતમીવાળા ખેતરમાં રેઇડ પાડી હતી. પોલીસને તપાસ દરમિયાન ખેતરના મધ્ય ભાગમાંથી જુવારના છોડ ઉખાડી સાફ કરેલી જગ્યામાં ખાખી કલરના પુંઠાના બોક્સ મળ્યા હતા, જેમાં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ હતો. રાત્રિનો સમય હોય મુદ્દામાલ સ્થળ ઉપર ગણી શકાય તેમ નહીં હોવાના કારણે પોલીસ જાપ્તા સાથે તેને ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે લવાયો હતો. ઝઘડિયા પોલીસે મુલદ ગામેથી ઝડપાયેલ વિદેશી દારૂનો જથ્થો લાવીને ગણતરી કરતા અલગ અલગ ૨૫૨ બોકસમાં અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કુલ ૩૦૨૪ નંગ બોટલો હતી. આ ઝડપાયેલ વિદેશી દારૂની કિંમત રૂ.૧૫,૧૨,૦૦૦ જેટલી થાય છે. ઝઘડિયા પોલીસે નવીન ઉર્ફે નવીન ડોન માછી પટેલ રહે. ઉચેડીયા તા. ઝઘડિયા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

કર્તવ્ય નિષ્ઠાનું ઉતમ ઉદાહરણ:સિટી પોલીસની મહિલા કોન્સ્ટેબલે પ્રસૂતિના આગલા દિવસ સુધી નોકરી કરી.

ProudOfGujarat

ભરૂચ : લાખોની મત્તાના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ચાર મહિનાથી નાસતા ફરતા આરોપીને ભરૂચ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો.

ProudOfGujarat

વાંકલ: કાકરાપાર-ગોડધા-વડ સિંચાઈ યોજનાનું પાણી ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!