Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાની જિલ્લા પંચાયતની ચાર પૈકી ત્રણ બેઠક પર ભગવો લહેરાયો.

Share

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓનાં આજે જાહેર થયેલા પરિણામોમાં ઝઘડીયા તાલુકામાં આવેલ ભરૂચ જિલ્લા પંચાયતની ચાર પૈકી ત્રણ બેઠકો પર ભાજપા ઉમેદવારો વિજયી થયા હતા. ચાર પૈકી ફકત ધારોલી બેઠક પર બીટીપીના ઉમેદવાર સરલાબેન વસાવાનો વિજય થયો હતો. જ્યારે રાજપારડી બેઠક પર ભાજપા ઉમેદવાર પદમાબેન વસાવાની જીત થઇ હતી. રાજપારડી બેઠક પર છોટુભાઈ વસાવાના પુત્ર દિલિપભાઇ વસાવાની કારમી હાર થઇ હતી. સુલતાનપુરા જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપાના ગાયત્રી કુંવરબા માટિએડા તેમજ દુ.વાઘપુરા બેઠક પર ભાજપાના ઉમેદવાર મહેન્દ્રસિંહ વાસદિયાનો વિજય થતાં ઝઘડીયા તાલુકામાં ફુંકાયેલા પરિવર્તનના વાવાઝોડાએ તાલુકામાં વર્ષોથી ચાલી આવતી છોટુભાઈ વસાવા સમર્થિત પક્ષની સત્તા ભાજપાએ છીનવી લીધી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

વડોદરા એમ.એસ યુનિવર્સિટીમાં ધીંગાણું, વોટ્સેપ ગ્રુપમાંથી રીમુવ કરવા બાબતે બે વિદ્યાર્થી જૂથો બાખડયા.

ProudOfGujarat

માંગરોળ : નાની નરોલી ગામેથી એસ.ઓ.જી ની ટીમે એક વર્ષથી ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો

ProudOfGujarat

પત્નિના આડાસબંધોની શંકાએ પુત્રની હત્યા કર્યા બાદ પિતાએ કુવામાં ઝંપલાવીને કરી આત્મહત્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!