Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડિયા તાલુકા પંચાયતનાં પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી કરવામાં આવી.

Share

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ તાલુકા જિલ્લા તેમજ નગરપાલિકાઓમાં પ્રમુખ ઉપ પ્રમુખની વરણી કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં ભાજપાના ચૂંટાયેલા સભ્યો તેમજ કર્યકરોની હાજરીમાં તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આઝાદી પછી પ્રથમવાર ઝઘડિયા તાલુકામાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. તાલુકામાં ભાજપાનું શાસન આવતા સ્થાનિક કાર્યકરોમાં ઉત્સાહ ફેલાયો છે. ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રિનાબેન વસાવા તેમજ ઉપ પ્રમુખ તરીકે પ્રકાશભાઈ દેસાઈની વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકાના ભાજપા કાર્યકરોમાં ઉત્સાહનું મોજુ ફેલાયુ હતુ.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

રાજપીપળા : ગરૂડેશ્વર તાલુકાના ચિનકુવા ગામની પીવાના પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે પાણી પુરવઠા વિભાગ દોડતું થયું.

ProudOfGujarat

કોરોનાનાં કેસ મામલે સુરત દેશનાં ટોપ ટેન શહેરોમાં સામેલ, સૌથી વધુ 24,118 કેસ સાથે મુંબઈ ટોપ ઉપર, સુરત 1153 કેસ સાથે દસમા નંબરે, અમદાવાદ ત્રીજા ક્રમે.

ProudOfGujarat

ભરૂચ : પાલેજમાં ભયજનક બનતું પ્રદુષણ, કાળા રજકણો ફેલાવતી કંપનીથી લોકો પરેશાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!