Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા જીઆઇડીસીની કેએલજી કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો.

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા ખાતેની જીઆઇડીસીમાં આવેલ કેએલજી નામની કંપનીમાં થોડા સમય અગાઉ થયેલ ચોરીનો ભેદ ઝઘડીયા પોલીસની તપાસ દરમિયાન ઉકેલાયો હતો.મળતી વિગતો મુજબ કેએલજી કંપનીમાં તા.૧૨ મી એપ્રિલના રોજ રુ.૧૦૪૦૦૦ ની કિંમતના લોખંડની ચેનલ, બીમ અને એંગલ ચોરાયા હતા.આ બાબતે ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવા પામી હતી.ત્યારબાદ ઝઘડીયા પીઆઇ પી.એચ.વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી.દરમિયાન આ ગુના અંતર્ગત તા.૨૬ મી મે નારોજ સરમુખભાઇ દલપતભાઈ વસાવા અને રોહિતભાઇ શનાભાઇ વસાવા બન્ને રહેવાસી ગામ રડેરી તા.ઝઘડીયા જિ.ભરૂચની ચોરાયેલા મુદ્દામાલ પૈકી રુ.૧૧૫૫૬ ની કિંમતના મુદ્દામાલ સાથે ઝઘડીયા પોલીસે ધરપકડ કરી હતી.પોલીસના જણાવ્યા મુજબ આ ગુનામાં હજી ત્રણ કથિત આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે.

Advertisement

Share

Related posts

નડિયાદ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે રાજયકક્ષા એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઇ

ProudOfGujarat

નડિયાદ : પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ.

ProudOfGujarat

ઓલામ્પિક અહીં નીરજ નામના કોઈ પણ વ્યક્તિને 501 નું પેટ્રોલ ફ્રી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!