Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાનાં પ્રાંકડ ગામે રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પ્રાંકડ ગામે ગઇ રાત્રે એક મકાનમાં ચોરી થવા પામી હતી. તસ્કરો રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીના મળીને કુલ- રૂ.૨,૯૨,૯૦૦ નો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા. રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ નજીકના પ્રાંકડ ગામે રહેતા દિલિપસિંહ છત્રસિંહ પ્રાંકડાના મકાનના પાછળના ભાગે જાળીને લગાડેલ તાળુ મારવાના નકુચાને કોઇ સાધન વડે તોડીને તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા અને તીજોરી ખોલીને તેમાં મુકેલ સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ રૂ.૨,૯૨,૯૦૦ નો મુદ્દામાલ ચોરી ગયા હતા. ગરમીમાં પરિવાર બહાર ઓટલા પર સુતુ હતુ ત્યારે તસ્કરો ઘરમાં હાથફેરો કરી ગયા હતા. ચોરી થયાનું જણાતા ઘર માલિક દિલિપસિંહ છત્રસિંહ પ્રાંકડા રહે.ગામ પ્રાંકડ તા.ઝઘડીયાએ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી. રાજપારડી પીએસઆઇ જાદવ, નાયબ પોલીસ વડા ચિરાગ દેસાઇ તેમજ એલસીબી સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે ડોગ સ્ક્વોડની મદદ લઇને તસ્કરોને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

માંગરોળ : ભીલવાડા ગ્રા.પં પ્રવીણ વસાવા અને લવેટ ગ્રા.પં. શૈલેષ વસાવા ઉપસરપંચ પદે વિજેતા બન્યા.

ProudOfGujarat

વડોદરાના બાપોદ વિસ્તારમાં પંચરની દુકાનની આડમાં ગાંજો વેચતો ઈસમ પકડાયો

ProudOfGujarat

અંકલેશ્વર શહેરના ગોયા બજાર વિસ્તારમાં આવેલ અલંકાર જવેલર્સમાં થયેલ અંદાજીત 17 તોલા સોનાની ચોરીના મામલામાં પોલીસે ટ્રાન્સફર વોરન્ટથી એક આરોપીની અટકાયત કરી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!