Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : રાજપારડી ગામે દુકાનમાં કામ કરતા શ્રમિકનું વીજ કરંટથી મોત, સ્ટોર રૂમમાં કામ કરતી વખતે પાણીની મોટરમાંથી લાગ્યો કરંટ.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે એક દુકાનમાં કામ કરતાં શ્રમિકનુ વીજ કરંટ લાગતા મોત નીપજ્યુ હતું. આ અંગે મળતી વિગતો મુજબ રાજપારડીના કાલિયાપુરા જવાના રસ્તા પર આવેલ એક હાર્ડવેરની દુકાનમાં ઝઘડીયા તાલુકાના માલીપીપર ગામનો બાબરભાઇ ભાઇલાલભાઇ વસાવા નામનો ઇસમ ગતરોજ દુકાનમાં સાફસફાઈના કામ માટે મજુરીકામે આવ્યો હતો. દરમિયાન તે દુકાનની બાજુમાં આવેલ સ્ટોર રુમમાં કામ કરવા ગયો હતો. ત્યારબાદ દુકાનમાં કામ કરતો કામીલભાઇ તૌફિકભાઇ સિંધી નામનો યુવક કામ જોવા માટે સ્ટોર રુમમાં ગયો ત્યારે બાબરભાઇ સ્ટોર રુમમાં મુકેલ મોટરની નીચે પડેલા હતા. તપાસ કરતા તેઓ મરણ પામ્યા હતા. સ્ટોર રુમમાં મુકેલ મોટરના વાલ્વમાંથી પાણી લીકેજ થતાં સ્ટોર રુમમાં પાણી ભરાઇ ગયેલ હતુ. સ્ટોર રુમમાં કામ કરતી વખતે તેઓ અકસ્માતે મોટરને અડી જતાં તેમને વીજ કરંટ લાગતા મરણ પામ્યા હોવાનું જણાતા કામીલભાઇ તૌફિકભાઇ સિંધી રહે.ભાલોદ તા.ઝઘડીયાએ રાજપારડી પોલીસમાં આ ઘટનાની જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

સુરતથી સાયકલ દ્વારા મધ્યપ્રદેશ વતનમાં જતા 2 શ્રમિકોની વ્યથા.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આજે 16 કોરોના પોઝીટિવ દર્દીઓ આવતા કુલ સંખ્યા 961 થઈ.

ProudOfGujarat

લીબડી સિવિલ હોસ્પિટલમાં આવેલ પાણીના સપનું રિનોવેશન કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!