Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે આંકડાના જુગાર સાથે બે ઇસમો ઝડપાયા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામેથી પોલીસે રૂ. ૧,૫૪,૪૮૦ ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી લીધા હતા. મળતી વિગતો મુજબ ગતરોજ ઝઘડિયા પોલીસને ખરચી બીટ વિસ્તારમાં પેટ્રોલિંગ સમય દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ તરફથી બે ઈસમો એક ઓટો રિક્ષામાં આવીને ગોવાલી મહાકાળી નગરની સામેના ભાગે હનુમાનજીના મંદિર બહાર ઓટલા પર બેસીને સટ્ટા બેટિંગનો આંકડાનો જુગાર રમાડે છે. ઝઘડિયા પી.આઇ.વસાવા અને પોલીસ સ્ટાફે બાતમીની જગ્યાએ છાપો મારતા બે ઈસમો ઓટલા પર બેસેલ હતા. પોલીસને જોઇને બંને ઈસમો ઉભા થઈ જતા હતા ત્યારે તેઓને રોકીને અંગજડતી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બંને ઈસમો પાસેથી રોકડા રૂ. ૯૧,૪૮૦ બે મોબાઈલ અને ઓટોરિક્ષા મળીને કુલ રૂપિયા ૧,૫૪,૪૮૦ નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. ઝઘડિયા પોલીસે નીતિન વિનાયકરાવ આબનાવી રહે. દહેજ બાયપાસ રોડ ભરૂચ તેમજ મોહંમદ સાદિક અબ્દુલમજીદ મલેક રહે. આંબોલી રોડ અંકલેશ્વરના વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ આસોપાલવ સોસાયટીના બે મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

ProudOfGujarat

સીએ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટેના ખાસ સમાચાર, કોર્સનો સમયગાળો ઘટે તેવી શક્યતાઓ.

ProudOfGujarat

રાજપીપલા ખાતે શ્રીજી મેડિકલ સ્ટોરના સેવાભાવિ રાજેન્દ્ર પટેલ દ્વારા ત્રણ દિવસમાં 800 થી વધુ લીટર આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!