Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા નજીકની કંપનીમાંથી એંગલો પાઇપ અને ચેનલોની ચોરી કરતા બે ઇસમો ઝડપાયા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ગોવાલી નજીકની એક બંધ કંપનીમાંથી પાઇપ ચેનલ તેમજ એંગલોની ઉઠાંતરી કરતા બે ઇસમોને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

ઝઘડીયા પોલિસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડીયા તાલુકાના ગોવાલી ગામ નજીક રાજેશ્વરાનંદ પેપરમીલ નામની કંપની આવેલી છે.આ કંપની પાછલા એકાદ વર્ષ જેટલા સમયથી બંધ છે.ભરુચ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી મળેલ સુચનાના અનુસંધાને ઝઘડીયા પીઆઇ પી.એચ.વસાવા પોલીસ ટીમ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે તે દરમિયાન બાતમી મળી હતી કે કેટલાક ઇસમો કંપનીમાંથી પાઇપ એંગલ અને ચેનલ જેવો સામાન ચોરી જઇને કંપની પાછળની પડતર જગ્યામાં લાવીને ગેસ કટરથી ટુકડા કરીને ટેમ્પામાં ભરીને લઇ જાય છે. પોલીસે બાતમીના આધારે તપાસ કરતા બે ઇસમો ચોરીના સામાન સહિત મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. પોલીસે ૧૨૫૫ કિલો વજનના પાઇપ એંગલ ચેનલનો સામાન તેમજ ગેસ કટર, ગેસ સીલીન્ડર, બે મોબાઇલ, રોકડા રુપિયા, એક મોટરસાયકલ તથા એક થ્રી વ્હિલ ટેમ્પો સહિત કુલ રુ.૧૯૧૧૫૦ ના મુદ્દામાલ સાથે બિમલકુમાર શ્રીરામકિશન નારાયણસીંગ ધોબી મુળ ઉત્તરપ્રદેશના અને હાલ રહે.વિજયનગર અંકલેશ્વર તેમજ ચંદ્રશેખર ઉર્ફે ચંદુભાઇ માનસીહ વર્મા રહે.ગડખોલ પાટીયા અંકલેશ્વરને ઝડપી લીધા હતા.

Advertisement

પોલિસમાંથી મળતી વિગત મુજબ ચોરીનો આ સામાન ગડખોલ અંકલેશ્વરના ગ્યાપ્રસાદ હજારીલાલ ચોરસીયાને વેચવામાં આવનાર હતો. હજી આ ગુનામાં સંડોવાયેલા પાંચથી છ જેટલા ઇસમોને પકડવાના બાકી હોવાનુ પોલીસ દ્વારા બહાર પડાયેલ અખબારી યાદીમાં જણાવાયુ હતુ. બાદમાં ર‍ાજેશ્વરાનંદ પેપર મીલના મેનેજીંગ ડિરેક્ટર પ્રકાશચંદ્ર રસીકલાલ વોરા રહે.સુરતનાએ ઝઘડીયા પોલીસમાં ચોરીની આ ઘટના બાબતે ફરિયાદ લખાવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચ ના સુપર માર્કેટ વિસ્તાર માં આવેલ કાંસ ના કચરા માં અગમ્ય કારણોસર ભીષણ આગ લાગતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો…….

ProudOfGujarat

અંકલેશ્વર ભરૂચને જોડતા નર્મદા ટોલ પ્લાઝા ઉપર ટોલ કર્મીઓની લુખ્ખી દાદાગીરી સામે આવી.નિહાળો વિડિઓ…

ProudOfGujarat

બનાસકાંઠા-પાલનપુર SBI બેંકના મેનેજરે અજાણ્યા શખ્સ સામે નોંધાવી પોલીસ ફરિયાદ……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!