Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયા તાલુકાના ખરચી ગામે માતાએ ઠપકો આપતા પુત્રીએ ઝેર પી લેતા મોત.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખરચી ગામે રહેતા ભરતભાઇ જેરામભાઈ પટેલની ગ્રિષ્મા નામની ૨૧ વર્ષીય પુત્રીને ગતરોજ તેની માતાએ ઘરકામ કરવા બાબતે ઠપકો આપ્યો હતો. જે બાબતે ગ્રિષ્માને લાગી આવતા તેણીએ ઘાસ મારવાની ઝેરી દવા પી લીધી હતી. ઝેરી દવા પીધા બાદ તેણીની તબિયત લથડતા સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ બાબતે રમણભાઈ જેરામભાઈ પટેલે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ગોધરા માં રસ્તે રખડતા પશુની સમસ્યા થી નાગરિકો તહિમામ્ પશુપાલકો સામે પગલાં ની માંગ

ProudOfGujarat

ભાજપ યુવા મોરચા ભરૂચ તાલુકા દ્વારા મકરસંક્રાંતિ નિમિતે પતંગ-ફીરકી અને ચીકી વિતરણ કાર્યક્રમ

ProudOfGujarat

ઉમરપાડા (સુરત) સગીર વયની બાળકીના અપહરણના ગુનામાં મુખ્ય આરોપી સહિત ત્રણ જણાની ધરપકડ, પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!