Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના પ્રાંકડ ગામે હારજીતનો જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પ્રાંકડ ગામે જુગાર રમતા પાંચ ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે પોલીસની રેઇડ જોઇને અન્ય પાંચ ઇસમો ભાગી છુટ્યા હતા. રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાજપારડી પીએસઆઇ જે.બી.જાદવને બાતમી મળી હતીકે પ્રાંકડ ગામે સુરેશભાઇ મણીલાલ વસાવાના ઘરની પાછળ ખુલ્લી જગ્યામાં લાઇટના અજવાળે હારજીતનો જુગાર ચાલે છે. પોલીસે બાતમી મુજબના સ્થળે છાપો મારતા કેટલાક ઇસમો જુગાર રમતા જણાયા હતા.

પોલીસે ઘટના સ્થળેથી સફિકભાઇ મેહબુબભાઇ બેલીમ રહે.રુંઢ કસ્બા તા.ઝઘડીયા, સતિષભાઇ અશોકભાઇ વસાવા રહે.પ્રાંકડ તા.ઝઘડીયા, સુનિલભાઇ કનુભાઇ વસાવા રહે.જરસાડ તા.ઝઘડીયા,સુરેશભાઈ મનસુખભાઇ વસાવા રહે.રાજપારડી તા.ઝઘડીયા અને નટવરભાઇ જીવણભાઇ વસાવા રહે.જરસાડ તા.ઝઘડીયા જિ.ભરૂચના રોકડા રૂપિયા, ૩ નંગ મોટરસાયકલ મળી કુલ રૂ.૮૮,૧૩૦ ના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયા હતા. જ્યારે સુરેશ મણીલાલ વસાવા રહે.પ્રાંકડ,મુસ્તાકભાઇ સબ્બિરભાઇ રહે.રુંઢકસ્બા તા.ઝઘડીયા, રાહુલભાઇ ટીનાભાઇ વસાવા રહે.પ્રાંકડ તા.ઝઘડીયા, રાકેશભાઇ રતિલાલ વસાવા રહે.રાજપારડી તા.ઝઘડીયા અને રતિલાલ ઉમેદભાઇ વસાવા રહે.જરસાડ તા.ઝઘડીયા પોલીસની રેઇડ જોઇને ભાગી છુટ્યા હતા. કોરોના મહામારીનો સમય ચાલતો હોઇ એકબીજાની જીંદગી જોખમાય અને સંક્રમણ ફેલાય એ રીતે સોશીયલ ડિસ્ટન્સનો અભાવ રાખીને જુગાર રમતા પકડાઇ ગયેલ આ ઇસમો વિરુધ્ધ પોલીસે ગુનો નોંધી ફરાર થયેલા અન્ય ઇસમોને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

અંકલેશ્વર નગરમાં ઠેર ઠેર ટ્રાફિકજામની સમસ્યાના પગલે રાહદારીઓ ત્રાહિમામ

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં “સંકલ્પ લઈએ, સહપરિવાર મતદાન કરીશુ”ના સંકલ્પપત્રો ભરાવી મતદાર જાગૃતિ અભિયાનનો આજથી શુભારંભ કરાયો*

ProudOfGujarat

નર્મદા જીલ્લામાં કોવિડ-૧૯ ના વધુ ૭ મૃતક અસરગ્રસ્તોના પરિવારોને રૂા.૫૦ હજાર લેખે DBT મારફત સહાય ચૂકવાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!