Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના તલાટી કમ મંત્રીઓ દ્વારા આજથી કામગીરીનો બહિષ્કાર કરવામાં આવ્યો.

Share

ગુજરાત રાજ્ય તલાટી મહામંડળની ગત તા. ૭ મીના રોજ મળેલ કારોબારી સભામાં થયેલા નિર્ણય મુજબ તલાટીઓના પડતર પ્રશ્નો બાબતે વારંવારની રજૂઆત છતાં કોઈ ઉકેલ આવેલ નથી. કારોબારીમાં સર્વાનુમતે નક્કી થયા મુજબ પડતર પ્રશ્નો બાબતે રાજ્ય સરકારને આવેદન પાઠવી આગામી સમયમાં વિરોધ કરવાના તબક્કાવાર કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

તેના અનુસંધાને આજે તા. ૧ લીના રોજથી ભરૂચ જિલ્લાના તમામ તાલુકાના તલાટીઓ સવારે ૧૦ થી ૬.૩૦ સુધી માસ સીએલ પર ઉતર્યા છે. ઝઘડીયા તાલુકાના તલાટી કમ મંત્રીઓ દ્વારા ઝઘડીયા તાલુકા પંચાયત કચેરી સામે આજરોજ માસ સીએલ પર ઉતરી તેમની માંગણીઓને લઇ બેનર સાથે ધરણાં તેમજ વિરોધ પ્રદર્શન યોજ્યુ હતુ. ઝઘડિયા તાલુકાના તમામ તલાટીઓ આજે ધરણાં તેમજ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

સુરતમાં દહીંહાંડી કાર્યક્રમમાં મોઢામાંથી જ્વલનશીલ પ્રવાહી હવામાં ઉડાડી આગની જ્વાળાઓ સળગાવતાં યુવકનો ચહેરો દાઝયો

ProudOfGujarat

ભરૂચની એક ખાનગી હોસ્પિટલમાંથી કોવિડનાં દર્દીનાં મૃતદેહને PPE કીટ વગર પરિવારને સોંપ્યો હોવાના આક્ષેપ સાથે હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો.

ProudOfGujarat

જન્મ- મરણના નવા સોફ્ટવેરમાં એન્ટ્રી કરવા અંગે શહેરના હોસ્પિટલોના ડોક્ટર – સ્ટાફ માટે તાલીમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!