Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા બી.આર.સી ભવન ખાતે દિવ્યાંગ બાળકોનો એસેસમેન્ટ કેમ્પ યોજાયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે આવેલ બી.આર.સી. ભવનમાં ગતરોજ આઇઇડી યુનિટ ભરૂચ તથા એલીમ્કોનના ઉપક્રમે દિવ્યાંગ બાળકોના એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં આઈ.ડી (એમ.આર) વી.આઈ, સી.પી, એચ.આઇ તથા એલ.એમ.ડી(ઓ.એચ) કેટેગરી ધરાવતા દિવ્યાંગ બાળકો તેમના વાલીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં ઝઘડિયા વાલિયા અને નેત્રંગ તાલુકાના કુલ ૭૦ દિવ્યાંગ બાળકોએ ઉપસ્થિત રહીને આ કેમ્પનો લાભ લીધો હતો. જિલ્લાના આઇ.ઇ.ડી કો ઓર્ડીનેટર ચૈતાલી પટેલ તેમજ સી.આર.સી.કો ઓર્ડીનેટર રાજીવ પટેલે કેમ્પમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડી કાર્યક્રમમાં દિશા નિર્દેશ કર્યો હતો. તાલુકાના સ્પેશિયલ એજ્યુકેટર અને વિશિષ્ટ શિક્ષકો દ્વારા બાળકોનું રજીસ્ટ્રેશન અને વ્યવસ્થાપન કામગીરી કરવામાં આવી હતી. આ કેમ્પમાં ઉપસ્થિત રહેલ વિવિધ દિવ્યાંગતાના તજજ્ઞો દ્વારા બાળકોનું એસેસમેન્ટ કરી જરૂરિયાત મુજબના સાધનો કેલિપર, પ્રિસ્ક્રાઈબ કરવામાં આવ્યા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

શહેરા ખાતે નગરજનોએ પુલવામા શહિદોને શ્રધ્ધાજંલી અર્પી

ProudOfGujarat

નર્મદામાં દીપડાના આતંક થી ગ્રામજનોને બચાવવા ચકુવાડાના સરપંચે વન વિભાગને પાઠવ્યું આવેદન

ProudOfGujarat

અંકલેશ્વરનાં ઉમરવાડા ગામ ખાતે પત્ની સાથે આડા સબંધનાં વહેમમાં એક વ્યક્તિની હત્યા, પોલીસે કરી આરોપીની ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!