Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા ખાતે ૨૨૨ મી જલારામ જયંતિની ઉજવણી કરાઈ.

Share

ભરુચ જિલ્લાના ઝઘડિયા ખાતે જલારામ ભક્તો દ્વારા ચાલુ સાલે જલારામ જયંતિ નિમિત્તે શોભાયાત્રા, મહાઆરતી તેમજ ભંડારાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

ઝઘડિયા ખાતે વર્ષોથી જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. આજરોજ ઝઘડિયા ખાતે જલારામ બાપાની ૨૨૨ મી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જલારામ જયંતિ કાર્યક્રમ ઉજવણીના અગ્રણી કનુભાઈ દોશીએ જણાવ્યુ કે તેમના મંડળ દ્વારા વર્ષોથી પરંપરાગત રીતે જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. આજરોજ જલારામ બાપાની પાદુકાની શોભાયાત્રા થાણા ફળિયાથી નીકળી હનુમાનજી મંદિર ખાતે પહોંચી હતી. આરતી બાદ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. જલારામ જયંતિની ઉજવણી પ્રસંગે મોટી સંખ્યામાં ભકતોએ દર્શનનો લાભ લીધો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ

Advertisement

Share

Related posts

નેત્રંગ-વાલીયા રોડ ઉપર ગમખ્વાર અકસ્માતમાં કેલ્વીકુવાનાં યુવાનનું કરૂણ મોત નિપજ્યું હતું.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકા ભારતીય કિશાન સંઘ દ્વારા ખેડૂતોની વિવિધ સમસ્યાઓની રજુઆત કરાઈ.

ProudOfGujarat

અસલી સોનુ બતાડી નકલી પધરાવી ફરાર થતી ગેંગને અંકલેશ્વર પોલીસે ઝડપી પાડી, લાખો નો મુદ્દામાલ કબ્જે કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!