Proud of Gujarat
GujaratFeaturedINDIA

સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડામાં ઝઘડીયાના દધેડા ગામે આંકડાનો જુગાર અને વિદેશી દારૂ ઝડપાયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના દધેડા ગામેથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે આંકડાનો વરલી મટકાનો જુગાર તેમજ વિદેશી દારૂ ઝડપી લીધો હતો. આ ગુનામાં મોનીટરીંગ સેલની ટીમે ત્રણ ઇસમોને ઝડપી લીધા હતા, જ્યારે અન્ય એક ઇસમ નાસી છુટ્યો હતો અને અન્ય એક ઇસમ હાજર મળેલ ન હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ભરૂચ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી ત્યારે તે દરમિયાન બાતમી મળી હતી કે ઝઘડીયા તાલુકાના દધેડા ગામે આંક ફરકનો વરલી મટકાનો જુગાર ચાલે છે. મોનીટરીંગ સેલની ટીમે દધેડા ગામે બાતમી મુજબની જગ્યાએ છાપો મારતા ત્યાં કેટલાક ઇસમો ભેગા મળીને પેનથી વરલી મટકાના આંકડા લખતા જણાયા હતા. ઘટના સ્થળેથી પકડાયેલ શ્રવણ ઉર્ફે સાવનભાઇ સરાદભાઇ વસાવાના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખેલ હોવાની માહિતી મળેલ હતી તે અંતર્ગત પોલીસે શ્રવણના ઘરે જઇને તપાસ કરતા ઘરમાં પેટી પલંગમાંથી ત્રણ બોક્ષમાં મુકેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસની તપાસ દરમિયાન તેના ઘરમાં તીજોરીમાં મુકેલ આંકડાના વરલી મટકાના પૈસા મળ્યા હતા. સ્ટેટ મોનીટરીંગ સેલની આ રેઇડ દરમિયાન શ્રવણ ઉર્ફે સાવનભાઇ સરાદભાઇ વસાવા, કીરણભાઇ મનાભાઇ વસાવા તેમજ મીનેશભાઇ મુકેશભાઇ વસાવા તમામ રહે.ગામ દધેડા તા.ઝઘડીયા જી.ભરૂચના ઝડપાયા હતા, જ્યારે આ ગુનામાં સંડોવાયેલ અન્ય કથિત આરોપી રવિભાઇ સરાદભાઇ વસાવા હાજર મળેલ ન હતો તેમજ પોલીસને જોઇને મોટરસાયકલ મુકીને અન્ય એક ઇસમ નાસી છુટ્યો હતો. પોલીસે વરલી મટકાના જુગારના ગુના અંતર્ગત રોકડા રૂપિયા સહિત કુલ રૂ.૧૨૧૯૬૪ નો મુદ્દામાલ કબજે લીધો હતો. ઉપરાંત શ્રવણ ઉર્ફે સાવનભાઇ સરાદભાઇ વસાવા‌ના ધરેથી ૧૪૦૦૦ રૂપીયાની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલની રેઇડ દરમિયાન પકડાયેલ તેમજ નહિ પકડાયેલ મળીને કુલ પાંચ ઇસમો સામે ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવવામાં આવી હતી. વરલી મટકાનો જુગાર તેમજ વિદેશી દારુ ઝડપાવાની આ ઘટના બાદ તાલુકામાં દારુ જુગાર સાથે સંકળાયેલા અસામાજીક તત્વોમાં નાસભાગ મચી જવા પામી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ


Share

Related posts

વાલીયાના દેસાડ અને સોડગામ વચ્ચે ટેમ્પો ચાલકે બાઇકને અડફેટે લેતા પતિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે પત્નીનીને ગંભીર ઇજા પહોંચી હતી

ProudOfGujarat

સુરત : સફાઇ કામદારોએ કાયમી કરવાની માંગ સાથે ધરણાં કર્યા.

ProudOfGujarat

એકતાનગર ટેન્ટ સિટી-૨ ખાતે “વિશ્વ મધમાખી દિવસની ઉજવણી” નો કાર્યક્રમ યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!