વાલીયાના દેસાડ અને સોડગામ વચ્ચે ટેમ્પો ચાલકે બાઇકને અડફેટે લેતા પતિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે પત્નીનીને ગંભીર ઇજા પહોંચી હતી

પ્રાપ્ત માહિતી અનુસાર ઝંખવાવ ખાતે રહેતા 45 વર્ષીય નરેશભાઈ મરડીયા પોતાની બાઇક નંબર GJ 19 AK 4157 લઈ પત્ની હંશાબેન મરડીયા સાથે વાલિયાના દેશાડ-સોડગામ વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન મોટરસાયકલ લઈને કામ માટે જઈ રહ્યા હતા તે દરમિયાન સામેથી પુરપાટ અને ગફલતભરી હંકારી આવેલ આઈસર ટેમ્પો નંબર GJ.17 X 2852.ના ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો સદર અકસ્માતમાં નરેશભાઈ મરડીયાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે પત્નીને ઈજાઓ પહોંચતા તેઓને 108 સેવાની મદદથી સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માત અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

LEAVE A REPLY