Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયાના દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવારે પોલીસ બંદોબસ્ત માંગ્યો..જાણો કેમ ?

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર અજયભાઈ ચુનીલાલભાઈ વસાવાએ ભરૂચ જિલ્લા કલેકટરને લેખિતમાં લેખિતમાં રજૂઆત કરીને પોતાને પોલીસ બંદોબસ્ત આપવા માંગ કરી છે.

રજુઆતમાં જણાવાયા મુજબ પોતે દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ માટે ઉમેદવારી કરી છે. અજય વસાવાના મોટાભાઈ સોમાભાઈ ચુનીલાલભાઈ વસાવાએ ૨૦૧૨ ની ચુંટણીમાં સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી હતી, દરમિયાન તે સમયે ચૂંટણીના બે દિવસ અગાઉ તેમના ઘરે રહેતા એક છોકરાની હત્યા થઇ હતી. હાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણી થવાની હોઇ અજય વસાવાએ સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવેલ છે ત્યારે ચૂંટણીમાં ગામમાં તેમ જ ફળિયામાં કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ બને તેમ લાગતા પોતાના જીવનું જોખમ હોવાની દહેશત જણાય છે. તેથી તેના ઘરે યોગ્ય બંદોબસ્ત કરી આપવા રજૂઆતમાં જણાવ્યુ છે. વધુમાં જણાવાયા મુજબ તેણે જૂન ૨૦૨૧ માં આરટીઆઇ હેઠળ માહિતી માંગેલ હતી, તે દરમિયાન અજય વસાવાને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી તેથી બંદોબસ્ત આપવા માંગ કરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ ખાતે કોંગ્રેસના ૧૩૭ માં સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે વડીલોના ઘર ખાતે ભોજન પીરસાયું.

ProudOfGujarat

“માય લિવેબલ ભરૂચ’’ સીએસઆર પહેલ અનવ્યે ભરૂચના ૪૦.૦૦ કિમી વિસ્તારના મુખ્ય રસ્તાઓની ૨૪ કલાક સાફ-સફાઈની કામગીરીનો શુભારંભ કરાયો.

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગનાં મોટા માલપોર ગામે ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!