Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : સિમધરા નજીક ટ્રક અકસ્માતમાં એકનું સ્થળ પર મોત – એકને ઇજા.

Share

રાજપારડી ઝઘડીયા વચ્ચે સિમધરા ગામ નજીક ગઇ રાત્રીએ સર્જાયેલા અકસ્માતમાં એક ઇસમનું સ્થળ પરજ કરુણ મોત નિપજ્યુ હતુ, જ્યારે અન્ય એકને ઇજાઓ થઇ હતી.રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં રાજપારડી તરફ જતી એક ટ્રકનો જોઇન્ટ તુટી જતા ચાલકે ટ્રક માલિકને આ અંગે જાણ કરતા બાદમાં ગાડીના રિપેરિંગ માટે મિકેનિકને મોકલ્યો હતો.દરમિયાન પાછળથી આવતી એક હાઇવા ટ્રકના ચાલકે પોતાનું વાહન આ બગડેલી ટ્રક સાથે અથાડી દેતા મિકેનિક કાદરભાઇ ગુલામભાઇ શેખ શરીર પર ગંભીર રીતે ઘવાયા હતા.આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા કાદરભાઇ શેખનું ઘટના સ્થળેજ કરુણ મોત નિપજ્યુ હતુ. જ્યારે સજ્જાદઅલી શેખ નામના ઇસમને શરીર પર મુઢ માર વાગતા તે ઇજાગ્રસ્ત થયો હતો.આ અંગે યાસીનહુશેન મહંમદ શેખ રહે.નવી તરસાલી તા.ઝઘડીયા જિ.ભરૂચનાએ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.લાંબા સમયથી આ ધોરીમાર્ગ તેના પર અવારનવાર થતા અકસ્માતોને લઇને જનતાને ચિંતિત બનાવી રહ્યો છે.બેફામ દોડતા વાહનો અવારનવાર જીવલેણ અકસ્માતો સર્જતા હોવા છતા આવા વાહનોની બેફામ દોડ પર અંકુશ મુકવા તંત્ર કોઇ અસરકારક ભૂમિકા અપનાવતુ નથી, એવી વ્યાપક લોક ફરિયાદો ઉઠી રહીછે.ત્યારે તંત્ર તાકીદે એકશનમાં આવી ઘટતા પગલા ભરે તે અનિવાર્ય બન્યુ છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

વાંકલ ગામે ૮૦ લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

ખોડલધામ મહિલા સમિતિ રાજકોટ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

રાજપીપળા સહિતનાં નર્મદાનાં તમામ પ્રવેશદ્વાર પર પોલીસ કાફલો હોવાથી કારણ વગર પ્રવેશ નહિ અપાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!