Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડી પંથકમાં ખનીજ વહન કરતા વાહનોમાં રોયલ્ટીના નિયમો જળવાય છે ખરાં?

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં વિપુલ પ્રમાણમાં ખનીજ સંપતિ હોવાના કારણે કેટલાક ખનીજ માફિયાઓ તેનો ભરપૂર લાભ લેતા હોવાની વ્યાપક લોકચર્ચાઓ લાંબા સમયથી ઉઠી રહી છે.ર‍ાજપારડી નજીક અસંખ્ય પત્થરની લીઝો અને ક્વોરીઓ લાંબા સમયથી કાર્યરત છે.ઉપરાંત તાલુકામાંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટમાં ચાલતી રેતીની ઘણી બધી લીઝોમાં ખુબ મોટા પ્રમાણમાં ખનીજ ખનન થઇ રહ્યુ છે.પત્થર અને રેતી વહન કરતા વાહનોએ કાયદેસર રીતે ભુસ્તર વિભાગ માન્ય રોયલ્ટી પાસનો ઉપયોગ કરવાનો હોય છે અને નિયમિત રીતે કાયદેસર રોયલ્ટી ભરાય તો જ રોયલ્ટીના રૂપિયા સરકારી તીજોરીમાં જાય.તાલુકામાં રહેલી વિપુલ ખનીજ સંપત્તિને કેટલાક ખનીજ માફિયાઓ આડેધડ રીતે ઉલેચતા હોવાની લોક ફરિયાદો લાંબા સમયથી ઉઠતી હોવા છતા તંત્ર કોઇ અસરકારક ભુમિકા અપનાવતુ નથી.થોડા સમય પહેલા પત્થરની પેદાશો વહન કરતા કેટલાક વાહનો બનાવટી રોયલ્ટી પાસ સાથે પકડાતા ચકચાર મચી હતી.ત્યારબાદ પણ પત્થરની લીઝો ક્વોરિયો અને રેતીની લીઝો ધમાકાબંધ ચાલી રહી છે.અને આ બધી ખનીજ પેદાશોનું વહન કરતા સેંકડો વાહનો દરરોજ બેરોકટોક દોડી રહ્યા છે.જોકે તંત્ર દ્વારા ઘણીવાર ચેકિંગ કરાતુ હોય છે પરંતુ આ બધુ ખાલી શોભાના ગાંઠિયા સમાન હોવાની લાગણી જનતા અનુભવી રહી છે.રાજપારડીના નેત્રંગ રોડ પર અસંખ્ય પત્થરની લીઝો અને ક્વોરિયો કાર્યરત છે.ઉપરાંત નર્મદામાં આવેલ રેતીની લીઝો પણ કાર્યરત છે.સરકારી આવકને નુકશાન પહોંચાડીને પોતાનો સ્વાર્થ શોધતા ખનીજ માફિયાઓ બનાવટી રોયલ્ટી પાસનો ઉપયોગ તો નથી કરી રહ્યાને? એને માટે અવારનવાર સઘન તપાસો થવી જરૂરી હોવા છતાં તંત્ર કોઇવાર નામ માત્રની તપાસ કરી સંતોષ લેતુ હોવાની લાગણી જનતા અનુભવી રહી છે.તાલુકામાં ઉમલ્લા રાજપારડી અને ઝઘડીયા એમ ત્રણ સ્થળોએ પોલીસ સ્ટેશનો આવેલા છે.ઉપરાંત આ ત્રણે નગરોના ચાર રસ્તાઓ પર ટ્રાફિક પોલીસના જવાનો પણ ફરજ બજાવતા હોય છે.વળી આ પંથકમાં ઓવરલોડ વાહનોનો પ્રશ્ન પણ લાંબા સમયથી ચર્ચામાં છે.ત્યારે ખાણ ખનીજ વિભાગ પોલીસ તેમજ અન્ય જવાબદાર વહિવટી તંત્ર ખનીજ વહન કરતા વાહનોમાં રોયલ્ટી સહિતના અન્ય નિયમો સારી રીતે જળવાતા રહે તે માટે અવારનવાર ઘનિષ્ઠ ચેકિંગ કરતા રહે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
ગુલામહુશેન ખત્રી :- રાજપારડી

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસીની સિન્થેટિક ડ્રગ્સ એન્ડ ઇન્ટરમીડિયેટ કંપનીમાં કામ કરતો કામદાર થયો ગુમ.

ProudOfGujarat

સ્પેશિયલ કોવિડ સ્મશાનથી ભરૂચિઓ માટે રાહતનાં સમાચાર, છેલ્લા ત્રણ દિવસથી સ્મશાનમાં મૃતદેહની સંખ્યામાં 50% નો ઘટાડો…

ProudOfGujarat

ભીલીસ્તાન ટાઇગર સેનાના (BTS) ભરૂચ જિલ્લા પ્રમુખ સંદીપ વસાવા 200 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા, ભારતીય ટ્રાયબલ પાર્ટીને ફટકો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!