Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના રંદેરી ગામે બેન્ડ વગાડવા બાબતે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાની ૬૭ ગ્રામ પંચાયતોની ચુંટણીની મતગણતરી ગત તા.૨૧ મીના રોજ યોજાઇ હતી. સામાન્યરીતે મતગણતરી બાદ વિજેતા ઉમેદવારો દ્વારા વિજય સરઘસ નીકળતા હોય છે. આ માટે મામલતદારની પરવાનગી લેવાની હોય છે. ઝઘડીયા તાલુકાના તલોદરા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે વિજેતા થયેલ ઉમેદવારના પતિ વિઠ્ઠલભાઇ છગનભાઈ વસાવાએ વિજયની ખુશી મનાવવા માટે બેન્ડ સાઉન્ડ વગાડવા માટે ઝઘડીયા મામલતદારની પરવાનગી લીધી હતી. જેમાં તા.૨૩ ૨૪ ના રોજ બપોરના ૩ થી રાતના ૧૦ સુધીની પરવાનગી મળેલ. ત્યારબાદ પરવાનગી મુજબનો સમય વિતવા બાદ તા.૨૫ મીએ પણ વધારાના સમય સુધી રંદેરી ગામે બેન્ડ ચાલુ રખાયુ હતુ. ઝઘડીયા પોલીસને આની જાણ થતા સ્થળ પર જઇને તપાસ કરતા પરવાનગી ઉપરાંતના સમયે પણ બેન્ડ વગાડવાનુ ચાલુ જણાતા ઝઘડીયા પીઆઇ પી.એચ.વસાવાએ વિઠ્ઠલભાઇ છગનભાઈ વસાવા રહે.તલોદરા, પરવાનગી મેળવતી વખતે બાહેંધરી આપનાર ભાવેશભાઇ અમરસંગ વસાવા રમેશભાઈ ઇશ્વરભાઇ પટેલ તેમજ સંતોષભાઇ ભોલાપ્રસાદ યાદવ ત્રણેય રહે.તલોદરા, કલ્પેશભાઇ પટેલ રહે.તલોદરા, પરેશભાઇ બાલુભાઇ વસાવા રહે.ઝરણા તા.નેત્રંગ અને વિક્રમભાઇ કરશનભાઇ વસાવા રહે.નેત્રંગના વિરુધ્ધ હાલના કોરોના મહામારી વચ્ચે કોરોના સંક્રમણ ફેલાય એ રીતે વધુ માણસો ભેગા કરીને જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ઝઘડીયા તાલુકામાં ચુંટણી પરિણામ બાદ વિજેતા ઉમેદવાર દ્વારા જાહેરનામા ભંગનો આ બીજો ગુનો નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ઉર્વશી રૌતેલાએ ફ્રાન્સમાં એફિલ ટાવરની સામે ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ટ્રોફીનું અનાવરણ કરીને ઇતિહાસ રચ્યો

ProudOfGujarat

બરોડા બીએનપી પરિબા મ્યુચ્યુઅલ ફંડ રજૂ કરે છે એનએફઓ- બરોડા બીએનપી પરિબા મલ્ટી એસેટ ફંડ

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં પાણીની વ્‍યવસ્‍થા અંગે જિલ્લા પ્રભારી સચિવશ્રીના અધ્‍યક્ષપણા હેઠળ સમીક્ષા બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!