Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના રાણીપુરા ગ્રામપંચાયતના ઉપસરપંચ તરીકે મનોજભાઇ દેસાઇની બિનહરીફ વરણી.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગ્રામ પંચાયતમાં ચાલુ સાલે છેલ્લા પંદર વર્ષ બાદ ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં સમરસ પેનલના આઠમાંથી સાત ઉમેદવારો વિજયી થયા હતા. સરપંચ પદે મીતાબેન સુરેશભાઈ વસાવા ચૂંટાઈ આવ્યા હતા. આજરોજ રાણીપુરા ગ્રામ પંચાયતના ઉપસરપંચની ચૂંટણી માટે બેઠક મળી હતી. અધ્યાસી અધિકારી શૈલેષભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને મળેલ ગ્રામ પંચાયતની બેઠકમાં ઉપસરપંચ પદ માટે એકમાત્ર મનોજભાઈ ઠાકોરભાઈ દેસાઈએ ઉમેદવારી કરતા તેઓને ઉપસરપંચ તરીકે બિનહરિફ જાહેર કરવામાં આવ્યા હતા. મનોજભાઈ દેસાઈ ચુંટણીમાં વોર્ડ નં. ૨ માંથી પણ બિનહરીફ ચૂંટાઇ આવ્યા હતા. આ પ્રસંગે સરપંચ મીતાબેન વસાવા તથા ઉપસરપંચ મનોજભાઈ દેસાઈએ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેઓ ગામના સર્વાંગી વિકાસ માટે હંમેશાં કટિબદ્ધ રહેશે એવી લાગણી ઉચ્ચારી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા બ્લેક ટ્રેપ ક્વોરી એસોસિએશન દ્વારા પડતર પ્રશ્નોના નિરાકરણ માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઇ. 

ProudOfGujarat

અંકલેશ્વરની આર.કે.એન્જીનિયરીંગ કંપનીના ગોડાઉનમાં થયેલ ચોરીનો મામલો સામે આવ્યો.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો દ્વારા જરૂરતમંદ વિદ્યાર્થીઓનાં પરિવારોને કુલ 4200 થી વધુ રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!