Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાના આમલઝર ગામના ખેતરમાંથી ૧૦ ફુટ લાંબો અજગર ઝડપાયો.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના આમલઝર ગામે એક ખેતરમાંથી અંદાજે ૧૦ ફુટ લાંબો અને ૨૫ કીલો જેટલું વજન ધરાવતો અજગર ઝડપાયો હતો. ઝઘડીયા વનવિભાગના માર્ગદર્શન હેઠળ સેવ અનિમલ ટીમના સભ્યોએ અજગરને સલામત રીતે ઝડપી લઇને ઝઘડીયા વનવિભાગને સોંપ્યો હતો.

આ અંગે મળતી વિગતો મુજબ ઝઘડીયા તાલુકાના આમલઝર ગામે એક ખેતરમાં અજગરે દેખા દેતા એક નાગરીકે વનવિભાગને જાણ કરી હતી. ઝઘડીયા વનવિભાગના આર.એફ.ઓ.મિનાબેને તાત્કાલિક સેવ એનિમલ ટીમના સભ્યોનો સંપર્ક કરીને અજગરને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી. ઝઘડીયા વનવિભાગની ટીમ તેમજ રાજપારડીના સેવ એનિમલ ટીમના રવિન્દ્ર વસાવા તેમના સહયોગી આકાશ વસાવા અને નરેન્દ્ર વસાવા સાથે ઘટના સ્થળે પહોચ્યા હતા અને અજગરને સલામત રીતે ઝડપી લીધો હતો. ઝડપાયેલ અજગર અંદાજે ૧૦ ફુટ લાંબો અને ૨૫ કીલો જેટલું વજન ધરાવતો હોવાનું જાણવા મળ્યુ હતું.વનવિભાગ દ્વારા ઝડપાયેલ અજગરને વન વિસ્તારમાં ખોરાક પાણી મળી રહે તેવા સલામત સ્થળે મુક્ત કરવામાં આવશે તેમ જણાવાયું હતું.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

સુરત જીલ્લાના કોસંબા પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ ભરૂચના બે બુટલેગરોને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ

ProudOfGujarat

સુરત : ‘આપ’ ના નગરસેવક સાથે વરાછા ઝોનના કાર્યપાલક એન્જિનિયરની દાદાગીરીથી કોર્પોરેશનના અધિકારીઓની મનમાની ખુલ્લી પડી.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે “મેરા બુથ સબસે મજબૂત” કાર્યક્રમ કાર્યકર્તાઓએ નિહાળ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!