Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકામાં ધોરીમાર્ગ પર દિવસેદિવસે ઘેરી બનતી જતી ટ્રાફિકજામની સમસ્યા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાંથી પસાર થતાં ધોરીમાર્ગ પર દિવસેદિવસે ટ્રાફિક જામની સમસ્યા વકરી રહી છે. ભરૂચ શહેર નજીકના ઝાડેશ્વર નેશનલ હાઇવે પર ટ્રાફિકજામની સમસ્યા હવે રોજિંદી બની ગઇ છે, ત્યારે ઝઘડીયા તાલુકામાંથી પસાર થતો રાજ્ય ધોરીમાર્ગ પણ દિવસેદિવસે ટ્રાફિક જામની સમસ્યાથી ઘેરાતો જાય છે.

રાજપારડી નજીકથી પસાર થતા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા આ માર્ગ પર આજે અંદાજે ૩ કી.મી.લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ભારે ટ્રાફિક જામના પગલે સેંકડો વાહન ચાલકો અટવાયા હતા. ઉલ્લેખનીય છેકે હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનુ સમારકામ કેટલાક સ્થળોએ ચાલે છે. રાજપારડી નજીક માધુમતિ ખાડીના પુલથી ચોકડી તરફના માર્ગની એક તરફના ટ્રેકનુ સમારકામ હાલ ચાલી રહ્યુ છે. જેના પગલે એક તરફનો માર્ગ બંધ કરવામાં આવ્યો હતો. અત્રેના માર્ગ પરના બન્ને ટ્રેકના વાહનો એકજ ટ્રેક પર ડાયવર્ટ કરાતા આમને સામને આવી જતા કલાકો સુધી ટ્રાફિક ગુંચવાયો હતો, જેને લઇને વાહનોની લાંબી લાઇનો લાગી હતી. ભારે ટ્રાફિક સમસ્યા સર્જાતા અફડાતફડીનો માહોલ ઉભો થયો હતો. દક્ષિણ ગુજરાતના સ્ટેચ્યુની મુલાકાતે આવતા પ્રવાસીઓ ઉપરાંત છોટાઉદેપુર તેમજ મધ્યપ્રદેશ તરફના વાહનો પણ સુરત મુંબઇ તરફ જવા માટે આ માર્ગનો ઉપયોગ કરે છે. ‍‍‌૨૪ કલાક વાહનોની રફતારથી ધબકતા રહેતા આ માર્ગ પર છાસવારે સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાથી વાહનચાલકો તંગ આવી ગયા હોવાની વાતો સામે આવી છે, ત્યારે અવારનવાર સર્જાતા ટ્રાફિક જામને હલ કરવા કોઇ અસરકારક આયોજનો કરવામાં આવે એવી લોકમાંગ ઉઠવા પામી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

સતત ત્રીજી ટર્મ માટે સમશાદ અલી સૈયદને વિપક્ષ નેતા તરીકેની જવાબદારી, લોકહિતના પ્રશ્નો માટેની લડતને પગલે બિનહરીફ વરણી ભરૂચ નગર પાલિકાનાં વિપક્ષના નેતા તરીકે સમશાદ અલી સૈયદ ત્રીજી વાર ચૂંટાયા છે. પાછલી બે ટર્મમાં સત્તાના સામા વહેણે લોક હિતના પ્રશ્નો માટે લડત લડતા સમશાદ અલી સૈયદ પર સાથી સભ્યોએ ફરી એકવાર ભરોસો મુક્યો છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યલય ખાતે વિપક્ષના તમામ સભ્યોએ એક સૂરમાં વિપક્ષ નેતા તરીકે સમશાદ સૈયદને યથાવત રાખવાનો મત દર્શાવતા તેમની બિન હરીફ વરણી થઈ છે. કોંગ્રેસની વિધાર્થી પાંખ એન એસ યુ આઈમાં સામાન્ય કાર્યકર તરીકે હક્ક અને અધિકાર માટે લડતા સમશાદ અલી સૈયદ નગરપાલિકાનાં વોર્ડ નંબર 2 માં પ્રથમવાર 2015માં જંગી મતથી જીતી આવ્યા હતાં. 2018માં પ્રથમવાર વિપક્ષ નેતા તરીકે તેમની વરણી થઈ હતી. વિપક્ષના નેતા તરીકે શહેરના લોકોને સ્પર્શતા રોડ, રસ્તા, લાઈટ, ગંદકી, પાણીના નિકાલ જેવા પ્રશ્નો માટે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે. આ ઉપરાંત નગરપાલિકાનાં કર્મચારીઓના પ્રશ્ન માટે પણ તેઓએ અનેકવાર રજૂઆત કરી છે. કાર્યકાળ દરમિયાન સામાન્ય સભામાં ધારદાર દલિલો અને રજૂઆતથી અને ભ્રષ્ટાચાર ઉજાગર કરવાથી તેમણે સત્તા પક્ષને મૂંઝવણમાં મૂક્યા છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને તેમની પ્રજાલક્ષી રાજનીતિ તેમજ વલણને જોઈ ત્રીજીવાર વિપક્ષના નેતા તરીકે બિન હરીફ ચૂંટાય આવ્યા છે. વિપક્ષ નેતા તરીકે થયેલી પસંદગી અંગે ખૂશી વ્યક્ત કરતા તેઓએ તેમના વોર્ડના નાગરીકો, શહેરની જનતા , સાથી નગરસેવકો તેમજ કોંગ્રેસ પ્રદેશ મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં પણ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની તત્પરતા દાખવી છે.

ProudOfGujarat

લોકોમાં મોબાઇલ વગર ન રહી શકવાની ‘નોમોફોબીયા’ની માનસિક બીમારી વધી..!

ProudOfGujarat

ભરૂચનાં સરનાર ગામ ખાતે લટકતા જીઈબી ના જીવંત વાયરો બન્યા જોખમી, વીજ કરંટ લાગતા એક વ્યક્તિ દાઝયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!