Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે જુગાર રમતા ત્રણ ઇસમો ઝડપાયા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે જુગાર રમતા ત્રણ ઇસમો ઝડપાયા હતા. મળતી વિગતો મુજબ રાજપારડી પોલીસની ટીમ પીએસઆઇ જે.બી.જાદવના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે તે દરમિયાન બાતમી મળી હતી કે ર‍ાજપારડીના જાંબુડા ફળિયાની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં બાવળીયાની ઓથમાં બેસીને મોબાઇલની ટોર્ચના અજવાળામાં કેટલાક ઇસમો જુગાર રમે છે. પોલીસે બાતમી મુજબના સ્થળે છાપો મારતા ત્યાં કેટલાક ઇસમો ભેગા મળી કુંડાળુ વળીને જુગાર રમતા જણાયા હતા. પોલીસને જોઇને આ ઇસમો નાસવા લાગ્યા હતા.

પોલીસે ઘટના સ્થળેથી રાહુલભાઇ અરવિંદભાઇ વસાવા, મહેશભાઇ લક્ષ્મણભાઇ વસાવા તેમજ દશરથભાઇ રવિયાભાઇ વસાવા ત્રણેય રહે. રાજપારડી તા.ઝઘડીયાનાને ઝડપી લીધા હતા. અન્ય એક ઇસમ નાશી છુટ્યો હતો. પકડાયેલ ઇસમો પાસેથી નાશી ગયેલ ઇસમનું નામ રાહુલભાઇ ઉર્ફે બેચર અરવિંદભાઇ વસાવા રહે.રાજપારડી તા.ઝઘડીયાના હોવાની જાણ થઇ હતી. પોલીસે ઘટના સ્થળેથી કુલ રુ.૨૪,૭૮૦ નો મુદ્દામાલ કબજે લઇને જુગાર રમતા ઝડપાયેલ ત્રણ તેમજ એક નાશી છુટેલ મળી કુલ ચાર ઇસમો વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર સોમવારે સવારે 2 કલાક સુધી 2000 યુવતીઓએ સ્વરક્ષણના હેતુ અંગે કરતબ બતાવી સૌ કોઈને અચંબિત કરી દીધા હતા.

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં ગડકાછ ગામે આવેલી પ્રાથમિક શાળામાં ધો. 5 માં અભ્યાસ કરતી દીપીક્ષા વસાવાની પ્રતિભાશાળી વિદ્યાર્થીની તરીકે પસંદગી થઇ.

ProudOfGujarat

વરનામાં પોલીસ લાઈન જર્જરિત હાલત માં અને 16 પોલીસ પરિવાર ભગવાન ભરોસે..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!