Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડિયા તાલુકાના કપાટ ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથકના મહિલા પીએસઆઇ વી. આર. ઠુમ્મર પોલિસ સ્ટેશન વિસ્તારની હદમાં પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન બાતમી મળી હતી કે ઝઘડિયા તાલુકાના કપાટ ગામે રહેતી રસીલા શાંતિલાલ વસાવાના ઘરના પાછળના ભાગે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે, અને તેનું ગેરકાયદેસર રીતે વેચાણ કરાય છે. બાતમીના આધારે પોલીસે કપાટ ગામે છાપો માર્યો હતો.

બાતમી મુજબના સ્થળે પોલીસે તપાસ કરતા ઘરના પાછળના ભાગેથી બે મિણીયા કોથળામાં રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૧૪૪ અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂપિયા ૧૪૪૦૦ જેટલી થઇ હતી. ઉમલ્લા પોલીસે રસીલા શાંતિલાલ વસાવા રહેવાસી કપાટ તાલુકો ઝઘડિયા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ જથ્થો ક્યાંથી મેળવ્યો હતો તે બાબતે પણ તપાસ હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

કરજણ ડેમમાં ૨,૮૬,૧૨૫ ક્યુસેક પાણીના ઇન્ફલો સામે ૭ દરવાજા મારફતે અંદાજે ૫૩,૮૨૫ ક્યુસેક પાણીનો આઉટફ્લો.

ProudOfGujarat

નાંદોદ તાલુકાના થરી ગામે બંધ મકાનના તાળા તૂટ્યા.

ProudOfGujarat

ભરૂચ : વેજલપુર પોસ્ટ ઓફિસ પર સર્વર ડાઉન થતા લોકોને પડી હાલાકી..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!