Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકામાં કોરોના વિસ્ફોટ : એક જ દિવસમાં કુલ ૪૭ પોઝિટિવ કેસ આવ્યા.

Share

કોરોનાની ત્રીજી લહેરની શરુઆતે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં દરરોજ કોરોનાના સંખ્યાબંધ કેસો બહાર આવતા દેશની જનતામાં ભય ફેલાવા પામ્યો છે. ત્યારે કોરોનાની અસર ભરૂચ જિલ્લામાં પણ જોવા મળી છે. જિલ્લાના વિવિધ તાલુકાઓની જેમ ઝઘડીયા તાલુકામાં પણ કોરોનાના કેસ ધીમેધીમે મોટી સંખ્યામાં બહાર આવવા લાગ્યા છે.

આજરોજ તા.૧૮ મીના રોજ ઝઘડીયા તાલુકામાં કોરોનાના ૪૭ જેટલા પોઝિટિવ કેસ બહાર આવતા આ એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં કોરોનાના પોઝિટિવ કેસ જણાતા તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ૪૭ પૈકી ૧૫ કેસ તો એકલા ઝઘડીયા નગરના છે. આને લઇને ઝઘડીયા તાલુકામાં કોરોના વિસ્ફોટ જેવી સ્થિતિ સર્જાતા તાલુકાના આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી હતી. મળતી વિગતો મુજબ આ તમામ કોરોના દર્દીઓને હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ઝઘડીયા તાલુકા મથક હોવાથી રોજ મોટી સંખ્યામાં જનતા વિવિધ કચેરીઓના કામો માટે આવતી હોય છે, તેને લઇને સ્થાનિક સ્તરે સંક્રમણ વધવાની સંભાવના હોઇ સઘન તકેદારીની જરુર વર્તાય છે. ઝઘડીયા ખાતેની સેવા રુરલ હોસ્પિટલ તેમજ અન્ય આરોગ્ય કેન્દ્રોમાં કરાયેલ રેપિડ ટેસ્ટમાં પોઝિટિવ આવેલ કેસની યાદીમાંથી આ વિગતો જાણવા મળી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદિપ ધનખડનું SOU-એકતાનગર હેલીપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત.

ProudOfGujarat

અંકલેશ્વર: એશીયન પેઇંન્ટ ચોકડી વિસ્તારની ચાલમાં આઘેડે ફાંસો ખાઇ આત્મહત્યા કરી!

ProudOfGujarat

ગોધરા પાલિકાના સફાઇકર્મચારીઓ પોતાની માંગણીઓ નહી સ્વીકારાતા હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!