Proud of Gujarat
bharuchGujaratINDIAinternational

વાંકલના જાણીતા તબીબ ડો. શૈલેષ રાઠોડનું હાર્ટ એટેકથી આકસ્મિક નિધન

Share

વાંકલના જાણીતા તબીબ ડો. શૈલેષ રાઠોડનું હાર્ટ એટેકથી આકસ્મિક નિધન

કીમની સાધના હોસ્પિટલમાં વર્ષોથી આપતા હતા તબીબી સેવા; નિધનથી કીમ સહિત પંથકમાં શોકનું મોજું

Advertisement

વાંકલ : મૂળ વાંકલના વતની અને કીમની સાધના હોસ્પિટલમાં લાંબા સમયથી તબીબી સેવા આપતા જાણીતા તબીબ ડો. શૈલેષ રાઠોડનું મહારાષ્ટ્રના અક્કલકુવા ખાતે હાર્ટ એટેકથી આકસ્મિક નિધન થતાં કીમ સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે.

મળતી માહિતી મુજબ, ડો. શૈલેષ રાઠોડ પોતાના તબીબ મિત્રો સાથે મહારાષ્ટ્રના પ્રવાસે ગયા હતા. દરમિયાન અક્કલકુવા ખાતે તેમને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. જોકે, સારવાર મળે તે પહેલાં જ તેમનું નિધન થયું હતું.
મિલનસાર અને સૌમ્ય સ્વભાવના ડો. શૈલેષ રાઠોડના અકાળે અવસાનના સમાચારથી તબીબી આલમ, સગા-સંબંધીઓ અને પરિચિતોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. મળતી માહિતી મુજબ, તેમનો પાર્થિવ દેહ રાત્રે કીમ ખાતેના નિવાસસ્થાને લાવવામાં આવનાર હતો, જ્યાં પરિવારજનો, સગા-સંબંધીઓ અને ગ્રામજનો અંતિમ દર્શન કરી શકશે.


Share

Related posts

ગોધરાના કૃપાલ રુહાની મિશન દ્વારા સંત્સંગ,રકતદાન,સર્વનિદાન કાર્યક્રમો યોજાયા..

ProudOfGujarat

ભરુચ નગર પાલિકા સામે આવેલ ડ્રીમલેન્ડ શોપિંગ સેન્ટરનો સ્લેબ ધરાશાયી થતાં દોડધામ

ProudOfGujarat

અંકલેશ્વર : ત્રણ રસ્તા સર્કલ પાસે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પાકિસ્તાનના આતંકવાદ પુતળા દહનનો કાર્યક્રમ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!