આજરોજ ભરૂચ લીંબડીચોક વસાહતના લોકોએ વોર્ડ નં. ૧ની વિવિધ સમસ્યાઓ અંગે રજુઆત કરી હતી. છેલ્લા એક વર્ષથી સંતોષી વસાહત સહિત વોર્ડ નં. ૧ના વિસ્તારમાં પીવાના પાણીની તકલીફ જણાઈ રહી છે. લોકો પાણી વિના ખૂબ મુશ્કેલી અનુભવી રહ્યા છે તેમજ ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળે તેવી સંભાવના જણાઈ રહી છે. આ ઉપરાંત વારંવાર રજુઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ અસરકારક ઉકેલ અને સમસ્યાનું નિરાકરણ આવેલ નથી. આ અંગે નગરપાલિકાના સભ્ય હેમેન્દ્ર કોઠીવાલાએ સ્થાનિક મહિલાઓ સાથે આવી રજુઆત કરતા નગરપાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલાએ બે દિવસમાં આ તમામ સમસ્યાના નિરાકરણ અંગે ખાતરી આપી હતી.

LEAVE A REPLY