-પાલેજ પંથક માં વીજળી નો ત્રાસ વધુ વિકળાળ બન્યો
-દિવસ-રાત ગમે ત્યારે વીજળી ડુલ. થઈ જતા નગરજનો પરેશાન

પાલેજ તા.૨૦

પાલેજ ૬૬ કે.વી સબ સ્ટેશન દ્વારા મેન્ટેનન્સ નામે ૯-૯ કલાક વીજળી કાપ મુક્યા બાદ પણ નગર ની વીજળી ગમે ત્યારે ડૂલ થઈ જતા નગરજનો મુસીબત માં મુકાઈ રહ્યા છે.

પાલેજ જી.ઇ.બી નો વહીવટ દિન પ્રતિ દિન વધુ કથળી રહ્યો છે,દર અઠવાડિયે માઈન્ટેનસ તેમજ રૂટિન કાપ ના નામે વીજળી નો કલાકો નો શટડાઉન લેવા છતાં નગર ની વીજળી રાત-દિવસ માં ગમે ત્યારે જતી રહે છે, શનિવાર ની સાંજે શનિવાર ની રાતે તેમજ રવિવાર ની સવારે આમ ૨૪ કલાક ના વીજળી ના દાવા ફક્ત જુમલા પુરવાર થઈ રહ્યા છે.

એક તરફ વેપાર ધંધા મંડી ની જપટ માંથી પસાર થઈ રહ્યા છે અને એવામાં પાલેજ માં વીજળી ની સમસ્યા ને લઈ ગ્રામ્ય જનતા અહીં ના બજારો થી દુર રહેવા પામી છે, આડેધડ વીજ કાપ પાલેજ નગર ના બજારો ઠપ્પ કરી રહી છે, ૯-૯ કલાક ના વીજ કાપ માં એવું તો કેવું મેન્ટેનન્સ કરવામાં આવે છે કે ત્યાર બાદ બીજા જ દિવસ થી વીજળી ના ઠેકારા રહેતા નથી

LEAVE A REPLY