Proud of Gujarat
UncategorizedCrime & scandalFeaturedGujaratINDIA

હાંસોટનાં ખોડિયાર મંદિરના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી

Share

ભરૂચ જીલ્લાના હાંસોટ તાલુકાના ઈલાવ ગામ ખાતે રહેતા ખોડિયાર મંદિરના કાર્યકર્તાઓમાં પૈસા બાબતે મારામારીનો માહોલ સર્જાયો હતો.

જાણવા મળતી માહિતી મુજબ હાંસોટ તાલુકાના ઈલાવ ગામ ખાતે રહેતા એક જ સમાજનાં ખોડિયાર મંદિરના કાર્યકરો વચ્ચે નાની એવી પૈસાની બાબતે ખુબ બોલાચાલી થઇ હતી જેમાં બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી મારામારી થવા પામી હતી. ફરિયાદી શાંતુભાઈ ઈશ્વરભાઈ આહીરના જણાવ્યા મુજબ તેઓને ૧. સુક્ભાઈ આહીર, ૨. રોહંત આહીર, ૩. બળવંત આહીર, ૪. હરિભાઈ આહીર તથા ૫. હસમુખ આહીરે ફરિયાદીને ઢીકા-પાટું નો માર મારી બરડા પર અને  લાકડીના સપાટા મારી માથાના ભાગે ગંભીર ઈજાઓ થવા પહોંચાડી હતી. તે ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યારબાદ શાંતુભાઈને હાંસોટની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

Advertisement

હાંસોટ પોલીસ મથકમાં ફરિયાદ કરતા હાંસોટ પોલીસે પાંચેય આરોપીની અટકાયત કરી ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબની કલમ મુજબ ગુણો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

વેરાવળમાં સમસ્ત સિંધી સમાજનાં વિવિધ ક્ષેત્રના 98 વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના એક ગામની સગીરાને લગ્નની લાલચ આપી એક ઇસમ ભગાડી ગયો.

ProudOfGujarat

ભાવનગર એસ.પી.એ રાજપીપળામાં છેડ્યા સંગીતના સુર: ગુજરાતી અને હિન્દી ગીતોની બોલાવી રમઝટ.

ProudOfGujarat
error: Content is protected !!