Proud of Gujarat
GujaratFeaturedINDIA

સરકાર સામે તલાટી મંડળે બાયો ચડાવી પેનડાઉન કરી

Share

 

સુરેન્દ્રનગર લીંબડી
તારીખ 29/9/2018
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

હાલ ગુજરાતભરમાં અલગ અલગ આંદોલનો ચાલી રહયા છે ત્યારે ગુજરાત તલાટી મંડળે પણ સરકાર સામે પોતાની માંગણીઓ પુરી નહી થતા સુરેન્દ્રનગર જીલ્લાના તલાટી મંડળ દ્વારા આજ રોજ કામ નહી કરવું અને પેન ડાઉન કરી હતી

હાલ સમગ્ર ગુજરાતમાં અવાર નવાર પક્ષો, સંગઠનો દ્વારા આંદોલનો થતા જોવા મળે છે ત્યારે આજે સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકામાં પણ તલાટીઓ દ્વારા અલગ પ્રકારે સરકાર સામે આંદોલન છેડવામાં આવેલ અને પોતાની પડતર માંગણીઓને જેવી કે પગાર વિસંગતતા, તલાટીઓના પ્રમોશનથી જગ્યાઓ ભરવી, 2006 પહેલાં ભરતી થયેલ તલાટીઓનો ફિક્સ પગાર નો સમયગાળો સળગ ગણવો, રેવન્યુ તલાટી અને પંચાયત તલાટી ના પગાર સરખા રાખવા, મફતનો પગાર લેતાં રેવન્યુ તલાટીનો જોબચાર્ટ બનાવી કામે વળગાડવાં જેવા અલગ અલગ મુદ્દાઓ ધ્યાને લઇને લીંબડી તાલુકા પંચાયત ખાતે એક દિવસીય આંદોલન કર્યું હતું જેમાં આજ રોજ કોઇપણ પ્રકારની ઓફીસને લગતી કામગીરી નહી કરવી તેવા ધ્યેયથી છાવણી તલાટી મંડળના તલાટી કર્મચારીઓ દ્વારા સરકાર સામે બાય ચડાવેલ જોવા મળેલ અને આવનાર સમયે જો આ માંગણીઓ સરકાર થકી પુરી નહી કરવામાં આવે તો આથી પણ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી


Share

Related posts

વડોદરા : કરજણના રારોદ ગામેથી એક દીપડાનું વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયું.

ProudOfGujarat

લીંબડી તાલુકામા સફાઈ કામગીરી ખાડે ગયેલ હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સ્થાનિકોને સફાઈ કરવાનો વારો આવ્યો છે

ProudOfGujarat

વડોદરામાં નશામાં ધૂત મહિલા કારચાલકે મધરાતે અન્ય કાર સાથે અકસ્માત સર્જ્યો, લોકો અને પોલીસ સાથે ઝપાઝપી કરી ગાળો બોલી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!