સૌ-નવસારી | વડોદરા ખાતે રમાયેલી સીબીએસઈ ઝોનલ એથ્લેટીકસ મીટ 2018માં સિસોદ્રા ખાતે આવેલી સત્યસાંઈ વિદ્યાનિકેતનનો વિદ્યાર્થી મીત ગૌસ્વામી સ્ટેટ લેવલે શોર્ટ પુટ રમતમાં બીજો ક્રમાંક પ્રાપ્ત કરી નેશનલ લેવલ પર સિલેકટ થયો હતો. ગુજરાત પબ્લિક સ્કૂલ વડોદરામાં સીબીએસઈ ઝોનલ એથ્લેટીકસ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટમાં ગુજરાત, મધ્યપ્રદેશ તથા દીવ દમણ, દાદરા નગર હવેલીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં નેશનલ લેવલ પર સિલેકટ થવા બદલ શાળાના ટ્રસ્ટીગણ, એકેડેમિક એડમિનિસ્ટ્રેટર તેમજ શાળાના આચાર્ય તથા શાળા પરિવારે શુભેચ્છા પાઠવી હતી. મીત હવે સીબીએસઈ નેશનલ એથ્લેટીકસ માટે કર્ણાટક રમવા જશે. તેને રાકેશભાઈ ચૌધરીએ કોચિંગ આપ્યું હતું.

LEAVE A REPLY