Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત-ટયૂશને જવાની ના પાડતા 4 બાળકીઓ સાથે 49 વર્ષીય શિક્ષકના અડપલાની કરતૂત ખુલી

Share

 
સૌજન્ય-D.B/સુરત: ‘મમ્મી, મારે હવેથી ટ્યુશનમાં નથી જવું’ આવી વાત 10 વર્ષની પુત્રીએ જ્યારે તેની માતાને કહી ત્યારે માતાએ કારણ પૂછતા તેણીએ પોતાની સાથે શિક્ષકે કરેલી હરકત વિશે જણાવ્યું.આ સાંભળતા માતા પણ ચોંકી ઉઠી. આ શિક્ષક 5માં ધોરણની વિદ્યાર્થિનીઓને સાથે અડપલાં કરતો હતો. 4 વિદ્યાર્થિની સાથે અડપલાં કર્યાંની વિગતો બહાર આવી. ચારેય વિદ્યાર્થિનીઓના વાલીઓએ શિક્ષક સામે અમરોલી પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો. જોકે લોકોએ પોલીસને સોંપતા પહેલા તેને મેથીપાક આપ્યો હતો.

મોટા વરાછામાં કાંતિ રૈયાણી ટયૂશને આવતી બાળકીઓ ની છેડતી કરતો

Advertisement

મોટા વરાછામાં રહેતા 49 વર્ષીય કાંતિ રૈયાણી પાંચમા ધોરણની વિદ્યાર્થિનીઓને ટયુશન કરાવતો હતો. પાંચ-છ વિદ્યાર્થિનીઓને બે કલાક સુધી ટયુશન કરાવનારા કાંતિએ દસ વર્ષની બાળકીઓને અડપલાં કરવાનું શરૂ કર્યું હતું. અન્ય વિદ્યાર્થિનીઓને લેશનમાં વ્યસ્ત રાખી આ કાંતિ પોતાની મેલી મુરાદ પાર પાડતો હતો. ધીમે ધીમે તેણે એક પછી એક એમ કુલ ચાર વિદ્યાર્થિનીઓને અડપલાં કર્યાં હતાં. એક વિદ્યાર્થિનીએ પોતાની માતાને આ વિશેની વાત કર્યા બાદ તેણીના માતા-પિતાએ જાગૃતિ દાખવી ટ્યુશનની અન્ય વિદ્યાર્થિનીઓના માતા-પિતાનો સંપર્ક કર્યો હતો. ત્રણ વિદ્યાર્થિનીઓએ આ શિક્ષક અડપલા કરતો હોવાની વાત તેના માતા-પિતાને કરી હતી. ચારેય વિદ્યાર્થિનીઓના માતા-પિતાની જાગૃતિને લઇ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

બાળકીના પિતાએ નરાધમ કાંતિ રૈયાણી વિશે ટયૂશને જતી અન્ય વિદ્યાર્થિનીઓના માતા-પિતાથી વાત કરી, શિક્ષકને મેથી પાક આપ્યો

એક વાત એ પણ છે કે પોતાની દસ વર્ષની પુત્રી સાથે અડપલાં કરનારા ટ્યૂશન શિક્ષકના આવા ગોરખધંધાથી રોષે ભરાયેલા વાલીઓએ ટ્યુશન શિક્ષક કાંતિ રૈયાણીને પહેલાં તો ઢોરમાર માર્યો હતો, માર માર્યા બાદ તેમણે કાંતિને પોલીસને સોંપ્યો હતો. મોટા વરાછાનો આ શિક્ષક પાંચમા ધોરણની વિદ્યાર્થિનીઓને ટયુશન કરાવતો હતો.

પહેલાં કાપોદ્રા મથકે મામલો પહોંચ્યો
એક વિદ્યાર્થિનીના પિતાએ કહ્યું કે પહેલા આ શિક્ષકને લઈ ચારેય વાલીઓ કાપોદ્રા પોલીસ મથક પર પહોંચ્યા હતા. જ્યાંથી આ મામલો જે જગ્યાએ બન્યો તે અમરોલી પોલીસ મથકની હદમાં હોવાનું જણાવતા શિક્ષકને લઈ અમરોલી પોલીસ મથક પર પહોંચ્યા હતા. જ્યાં કાંતિ રૈયાણી સામે ગુનો નોંધાવી તેને અમરોલી પોલીસને હવાલે કર્યો હતો.


Share

Related posts

અરવલ્લી : SP શૈફાલી બારવાલે 3 PSI અને 4 પોલીસકર્મીઓની આંતરિક બદલી કરી, હજુ વધુ બદલીઓ થવાના એંધાણ

ProudOfGujarat

સુરેન્દ્રનગર : બોડીયા ગામનાં ખેડૂતોએ પાક નિષ્ફળ થયાની રજૂઆત મામલે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના ૮૦૦૦ નવા મતદારો સહીત રાજ્યના અનેક મતદારોના નામો સામેલ ના થવાથી લેખિત અને મૌખિક રજુઆતો કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!