Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અગાઉના તકરારની રીસ રાખી યુવાન પર ત્રણ જણાનો હુમલો : ભરૂચના રહાડપોર ખાતેના આશિયાના પાર્ક પાસે બનેલી ઘટના

Share

 

ભરૂચ.

Advertisement

ભરૂચના રહાડપોર ગામે આવેલાં આશિયાના પાર્ક ખાતે રહેતો સમશેરઅલી મોહરઅલી દિવાન નિલમનગર સોસાયટીમાં ભંગારનો ધંધો કરે છે.ગત 30મી સપ્ટેમ્બરના રોજ સવારના સાતેક વાગ્યે રહાડપોર ગામની પાણીની ટાંકી પાસે આવેલી ચ્હાની લારી પર ચ્હા પિવા માટે ગયો હતો. તે વેળાં રહાડપોર ગામના જ મોબીનખાન, ગુલજાર તેમજ દિલદાર ત્રણેય ત્યાં હાજર હતાં. ત્યારે મોબીને અચાનક કોઇ પણ કારણ વિના સમશેરઅલીને જોઇને તને એક દિવસ મારીશું તેમ કહીં તેમની સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો. મામલો ગરમાતા આસપાસના લોકોએ દોડી આવી તેમનો ઝઘડો શાંત પાડ્યો હતો. દરમિયાનમાં બીજા દિવસે 1 ઓક્ટોબરે બપોરના પોણા ત્રણેક વાગ્યાના અરસામાં સમશેરઅલી તેના ઘરે જતો હતો. તે વેળાં આશિયાના પાર્ક સોસાયટી પાસે જ મોબીનખાન, ગુલજાર તેમજ દિલદારે આગલા દિવસની તકરારની રીસ રાખી તેને અપશબ્દો ઉચ્ચારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે એ ડીવિઝન પોલીસ મથક ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ભરૂચ : વરેડિયા ગ્રામ પંચાયત દ્વારા ગામના વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરાયુ.

ProudOfGujarat

સુરતમાં યુવકે બસ સામે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું, ઘટના CCTV માં કેદ

ProudOfGujarat

હોટલ દર્શન પાસેથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ભરેલ ગાડી  ઝડપી પાડી……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!