Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મતદારયાદીમાં નામ નોંધાવવાનું રહી ગયું છે? ભરૂચમાં ખાસ ઝુંબેશ : 18-19 વર્ષના પ્રથમ વખતના પાત્ર મતદારો પણ નોંધણી કરાવી શકશે :  11, 18, 25 ઓક્ટોબર અને 1 નવેમ્બરે બુથ લેવલ અધિકારીઓ મતદાન મથકે હાજર રહેશે

Share

 

ભરૂચ :

Advertisement

મતદારયાદીમાં નામ નોંધણીથી વંચિત રહી ગયેલા પાત્ર નાગરિકો તેમજ પ્રથમ વખત મતદાર તરીકે પાત્ર બનેલા યુવાનો માટે ભરૂચ જિલ્લામાં ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે. ભારતના ચૂંટણી પંચના તા.29 સપ્ટેમ્બર, 2026ના પત્ર તથા ગુજરાતના સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારીના તા.1 ઓક્ટોબર, 2026ના પત્રના આધારે જિલ્લામાં સતત મતદારયાદી સુધારણા પ્રક્રિયા અંતર્ગત આ કામગીરી હાથ ધરાશે.

જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતદાર વિભાગોમાં તા.1 ઓક્ટોબર, 2026થી મતદારયાદીમાં નોંધણીથી બાકી રહેલા તમામ પાત્ર નાગરિકો તેમજ 18થી 19 વર્ષની વયના યુવા અને પ્રથમ વખતના મતદારોની નોંધણી માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવશે.

આ ઝુંબેશ અંતર્ગત તા.11 ઓક્ટોબર, 18 ઓક્ટોબર, 25 ઓક્ટોબર અને 1 નવેમ્બર, 2026ના રોજ બુથ લેવલ અધિકારીઓ સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી સંબંધિત મતદાન મથક ખાતે ઉપસ્થિત રહેશે. આ દરમિયાન હક્ક-દાવા અને વાંધા અરજીઓ સ્વીકારવાની કામગીરી કરવામાં આવશે.

મતદારયાદીમાં નામ નોંધણીથી બાકી રહી ગયેલા તથા યુવા અથવા પ્રથમ વખત મતદાર તરીકે પાત્ર નાગરિકો પોતાના સંબંધિત અથવા નજીકના મતદાન મથકે જરૂરી પુરાવા સાથે હાજર રહી બુથ લેવલ અધિકારી સમક્ષ હક્ક-દાવા તથા વાંધા અરજી રજૂ કરી શકશે.

ખાસ ઝુંબેશ દરમિયાન નોંધણીથી બાકી રહેલા તેમજ યુવા/પ્રથમ વખતના પાત્ર મતદારોએ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું રહેશે નહીં. જિલ્લા ચૂંટણી અધિકારી, ભરૂચ દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદીમાં આ અંગે જાણકારી આપવામાં આવી છે.


Share

Related posts

અંકલેશ્વરના પીરામણ ગામ ખાતે પરપ્રાંતીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર.

ProudOfGujarat

અનુસૂચિત જનજાતિના બાળકોના સર્વાંગી વિકાસ માટે ઉમરપાડા તાલુકાના વાડી ગામે સૈનિક સ્કુલ કાર્યરત

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ બે ફરિયાદ નોંધાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!